તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી: પુત્રીને યુવક ભગાડી ગયો, પોલીસે ફરિયાદ ન નોંધતા માતા ઝેર પીધું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી: રાજુલા તાલુકાના કુંભારીયા ગામની મહિલાની પુત્રીને બાલાપુર ગામનો યુવાન દોઢેક માસ પહેલા ભગાડી ગયો હોય અને આ અંગે પોલીસમાં ત્રણેક વખત અરજી આપવા છતાં કાર્યવાહી ન થતા આ મહિલા આજે પતિ અને પુત્ર સાથે કલેક્ટરને રજુઆત કરવા અમરેલી આવી હતી. તે સમયે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તંત્ર દોડતુ થઇ ગયુ હતું. મહિલાએ પોલીસને જણાવ્યુ હતું કે પુત્રી ભાગી ગઇ હોય લાગી આવવાથી તેણે આ પગલુ ભર્યુ હતું. 
 
કાર્યકરોનું કોઇ સાંભળતુ નથી ત્યાં આમ જનતાનું કોણ સાંભળે ?
 
હાલની સરકારમાં માહોલ કંઇક એવો છે કે જાણે અધિકારીરાજ ચાલી રહ્યુ છે. ખુદ સતાધારી પક્ષના આગેવાનો અને કાર્યકરોનું કોઇ સાંભળતુ નથી ત્યાં આમ જનતાનું કોણ સાંભળે ? આખરે જનતા નાસીપાસ થઇ ન કરવાનું કરી બેસે છે. અમરેલીમાં આજે કંઇક આવુ જ બન્યુ હતું. રાજુલા તાલુકાના કુંભારીયા ગામની હંસાબેન નરશીભાઇ ચૌહાણ (ઉ.વ. 40) નામની મહિલાએ અહિંની કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. જેના પગલે આ મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. 
 
મહિલાએ યુવક સામે ત્રણ વખત ડુંગર પોલીસ મથકમાં લેખીત ફરીયાદ આપી હતી
 
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર હંસાબેન ચૌહાણની પુત્રી મંજુ (ઉ.વ. 20)ને દોઢેક માસ પહેલા રાજુલા તાલુકાના બાલાપુર ગામનો લાલજી અરજણ નાવર નામનો યુવાન લલચાવીને ભગાડી ગયો હતો. પોતાની પુત્રીને ભગાડી જવા અંગે આ મહિલાએ યુવક સામે ત્રણ વખત ડુંગર પોલીસ મથકમાં લેખીત ફરીયાદ આપી હતી. જો કે પોલીસે તે અરજી સ્વરૂપે સ્વીકારી હતી.
 
પોલીસ ચોપડે તો લાગી આવવાથી ઝેરી દવા પીધાનું નોંધાયુ છે
 
જેથી આ મહિલા પતિ અને પુત્ર સાથે રજુઆત કરવા માટે અમરેલી કલેક્ટર કચેરીએ આવી હતી અને કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આ પ્રકરણથી તેને લાગી આવ્યુ હોય ઝેરી દવા પી લીધી હતી. આ મહિલાને હાલમાં સારવાર માટે દવાખાને ખસેડાઇ છે. પોલીસ ચોપડે તો લાગી આવવાથી ઝેરી દવા પીધાનું નોંધાયુ છે. પરંતુ ત્રણ-ત્રણ વખત અરજીઓ આપવા છતાં કોઇ કાર્યવાહી કેમ ન થઇ તેનો જવાબ કમસેકમ તંત્રએ આપવો જોઇએ.
 
આગળની સ્લાઇડમાં વાંચો,પતિ અને પુત્રની હાજરીમાં પીધું ઝેર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો