તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરનાથથી હેમખેમ પાછા ફર્યા MLA હીરાભાઈ, ગામમાં થયું ભવ્ય સ્વાગત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજુલા: અમરનાથથી હેમખેમ પાછા ફરેલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું વતનમાં ભવ્ય સ્વાગત થયું હતું. ખેડૂતો આગેવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં હાજર રહી ઠેર-ઠેર તેમનું સ્વાગત કર્યું હતું.. ધારાસભ્ય અને તેમના પરિવારનાં વધામણાથી પરિવારજનોએ સૌનો આભાર પણ માન્યો હતો.
હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, 'મને ઈશ્વર લોકોની આવી જ મદદ કરવાનો લાભ આપે અને મને નિમિત્ત બનાવે. ત્યાંની પરિસ્થિતિની તો શું વાત કરવી પરંતુ તમામ લોકો સહી સલામત પહોંચી ગયા છીએ. અને અહીંના લોકોએ મારું સન્માન કર્યું અને પ્રેમ અને લાગણી જોઇને મને આનંદ છે.
રાજુલા જાફરબાદનાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને યાત્રાળુઓ અમરનાથ ગયા હતા પરંતુ રસ્તામાં વાતાવરણ ડોહળાતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. યાત્રા અટકાવી દેવાની ફરજ પડી હતી ત્યારબાદ તમામ યાત્રાળુઓ પરત ફરી ગયા હતા અને આજે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહીત તેમનો પરિવાર રાજુલા જાફરબાદમાં પ્રવેશ કરતા ઠેર ઠેર અભિવાદન જોવા મળ્યું હતું. રાજુલા તાલુકાનું છેલ્લું ગામ દાતરડી , વિકટર, વીસીયાળા, મજાદાર, પીપાવાવ ધામ, નિંગળા, કડીયાળી, સહીત ગામડાના સરપંચ સહીત ખેડૂતોએ સન્માન કરી વધાવ્યા હતા.

કેટલાક ગામડામાં ઢોલ વગાડી કંકુ ગુલાલની છોડ ઉડાડી હતી, સાથે સાથે મો મીઠા કરી ખુશી વ્યક્ત કરી હતી. અમુક લોકોએ ફટાકડા ફોડી આતશબાજી પણ કરી હતી. હિંડોરાણા ચોકડી પર પણ ભવ્ય સ્વાગત કરી તેમને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉમટી પડી હતી અને ખાસ કરી લોકોમાં સન્માન કરવાની ભાવના કંઈક અલગ રીતે જોવા મળી હતી,.

રાજુલા શહેરના વેપારી સહીત નગર પાલિકાના સદસ્યો માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો પ્રમુખ તાલુકા પંચાયતના સભ્ય સહીત શહેર અને તાલુકા ભાજપના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સમાજના આગેવાનો પણ સન્માન કરવા માટે ઉમટી પડયા હતા ધારાસભ્યનું સન્માન કરવામાં હોડ લાગી હતી.
આગળ ક્લિક કરો અને જુઓ ભવ્ય સ્વાગત કર્યું તેની વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો