• Gujarati News
  • Low Family First Day Of Marriage, Dowry Harassment Began Whipping Daughter In Low

લગ્નના પ્રથમ દિવસે જ સાસરીયાએ દહેજ માટે ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 50 હજાર માટે ખીસરીની પરિણીતાને કાઢી મુકી

અમરેલી : ધારી તાલુકાના ખીસરી ગામની પરિણિતાને સાસરીયાઓએ લગ્નના પ્રથમ દિવસથી જ કરિયાવર બાબતે મેણાટોણા મારી ત્રાસ ગુજારી મારકુટ કરી ઘરમાંથી કાઢી મુકતા તેણે આ અંગે ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સાસરીયા દ્વારા દહેજના રૂ. 50 હજારની માંગણી કરાઇ હતી.

દહેજના મુદ્દે પરિણિતા પર અત્યાચારની આ ઘટના ધારી તાલુકાના ખીસરી ગામે બની હતી. હાલમાં જુનાગઢના જોષીપુરામા માવતરે રહેતી ઉર્મિલાબેન ચિરાગભાઇ બંબાણીયા (ઉ.વ.28) નામની પરિણિતાએ આ બારામાં પતિ ચિરાગ બાબુ બંબાણીયા, સસરા બાબુ હરિ અને સાસુ અમકુબેન બાબુ સામે ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં આ પરિણિતાએ જણાવ્યું છે કે લગ્નના પ્રથમ દિવસથી જ સાસરીયાઓ દ્વારા તેના પર અત્યાચાર ગુજારવાનુ શરૂ કરાયુ હતુ. પ્રથમ દિવસથી જ કરિયાવર મુદે સાસરીયા દ્વારા મેણાટોણા મારવામા આવ્યા હતા. અને રૂ. 50 હજારની માંગણી કરવામા આવી હતી. સાસરીયા દ્વારા તેને અવારનવાર મારકુટ કરવામા આવતી અને મારી નાખવાની ધમકી આપવામા આવતી હતી અને આખરે ઘરમાંથી કાઢી મુકતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એએસઆઇ ગોહિલ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.