ધારીના જીરા ગામ નજીક ફાર્મહાઉસમાં સિંહણે 4 બચ્ચાને જન્મ આપ્યો

એક સિંહણે એકસાથે ચાર સિંહબાળને જન્મ આપતા સિંહપ્રેમીઓમા ખુશી વ્યાપી ઉઠી છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Feb 05, 2016, 11:48 PM
Lioness Birth Four Baby Near Mango Farm In Dhari Forest Area
અમરેલી: અમરેલી જિલ્લામાં સાવજોની સંખ્યા વધી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે ધારી ગીરપુર્વના જીરા ગામ નજીક પણ એક સિંહણે એક સાથે ચાર બચ્ચાને જન્મ આપતા સિંહપ્રેમીઓમા ખુશી વ્યાપી ઉઠી છે. હાલ આ સિંહણ અહી આવેલ એક ફાર્મ હાઉસ નજીક આંટાફેરા મારી રહી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

ગીર પૂર્વના જીરા ગામ પાસે આવેલ એક ફાર્મ હાઉસ નજીક એક સિંહણે એકસાથે ચાર સિંહબાળને જન્મ આપતા સિંહપ્રેમીઓમા ખુશી વ્યાપી ઉઠી છે. હાલ ચારેય સિંહબાળ તંદુરસ્ત હોવાનુ જોવા મળી રહ્યું છે. જીરા વિસ્તારમાં અનેક કેરીના બગીચાઓ આવેલા છે. અહી વાતાવરણ ઠંડુ રહેતુ હોવાથી આ સિંહ પરિવાર જાણે અહીથી બીજે કયાંય જવા માંગતો ન હોય તેમ અહી જ વસવાટ કર્યો છે.

વન કર્મચારીઓ આ સિંહબાળની સુરક્ષા કરે તેવુ પણ પ્રકૃતિપ્રેમીઓ ઇચ્છી રહ્યાં છે. આ ચારેય સિંહબાળને સલામત સ્થળે રાખવામા આવે તે જરૂરી છે. આ વિસ્તારમાં અવાવરૂ કે ખુલ્લા કુવામા આ સિંહબાળ પડી ન જાય તેની પણ તકેદારી રાખવામા આવે આ ઉપરાંત અન્ય સિંહો પાસે ન આવે તે પણ ધ્યાન રાખવામા આવે તેવુ સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યાં છે. હાલ તો આ ચારેય સિંહબાળ ધીંગામસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. એકસાથે ચાર સિંહબાળનો જન્મ થતા હાલ તો સિંહપ્રેમીઓમા ખુશી વ્યાપી ઉઠી છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ સિંહબાળ સાથે મસ્તી કરતી માતાની વધુ તસવીરો

Lioness Birth Four Baby Near Mango Farm In Dhari Forest Area
Lioness Birth Four Baby Near Mango Farm In Dhari Forest Area
Lioness Birth Four Baby Near Mango Farm In Dhari Forest Area
Lioness Birth Four Baby Near Mango Farm In Dhari Forest Area
Lioness Birth Four Baby Near Mango Farm In Dhari Forest Area
Lioness Birth Four Baby Near Mango Farm In Dhari Forest Area
Lioness Birth Four Baby Near Mango Farm In Dhari Forest Area
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App