તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીલીયામાં ભુગર્ભ ગટરના પ્રશ્ને મામલતદાર કચેરીને કરાયો ઘેરાવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીલીયા: લીલીયામા ભુગર્ભ ગટરના નબળા કામથી રસ્તા પર ઉભરાતા ગંદા પાણીથી અને ઉબડખાબડ રસ્તાના પ્રશ્ને ચેમ્બરના એલાનને પગલે આજે સતત બીજા દિવસે પણ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. આજે ગામ લોકોએ મામલતદાર કચેરીને ઘેરાબંધી અને તાળાબંધી પણ કરી હતી. આવતીકાલથી આ આંદોલન વધુ ઉગ્ર બનવા જઇ રહ્યું છે. 
 
ભુગર્ભ ગટરના પ્રશ્ને કદાચ પ્રથમથી જ રજુઆત થઇ તેને તંત્રએ કાને ધરી નથી 
 
લીલીયાના નગરજનોના આક્રોશને સરકારી તંત્ર કદાચ હળવાશથી લઇ રહ્યું છે. ભુગર્ભ ગટરના પ્રશ્ને કદાચ પ્રથમથી જ રજુઆત થઇ તેને તંત્રએ કાને ધરી નથી તેના કારણે આજે આ ઉગ્ર આંદોલન આવી પડયું છે. શહેરમા ભુગર્ભ ગટરનુ કામ નબળુ થયુ હોય ઠેરઠેર ગટરના ગંદા પાણી ઉભરાઇને રસ્તા પર આવી જાય છે. જેના કારણે બજારમા ચાલવુ પણ મુશ્કેલ થઇ પડયુ છે. વળી ભુગર્ભ ગટરના કામના કારણે શહેરના લગભગ તમામ રસ્તાઓ ભંગાર હાલતમા છે. લીલીયામા ભુગર્ભ ગટરનુ કામ પતી ગયુ છે છતા નવા રસ્તા બનાવવામા આવી રહ્યાં નથી. જુના રસ્તાનુ જાણે અસ્તિત્વ નથી.
 
સતત બીજા દિવસે પણ બંધ પળાયો હતો 
 
ચેમ્બરના એલાનને પગલે ગઇકાલે બંધ પળાયા બાદ આજે સતત બીજા દિવસે પણ બંધ પળાયો હતો અને બાદમા ગામ લોકોએ એકઠા થઇ મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો હતો તથા તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક મામલતદાર જેસડીયાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાનુ જણાવી હું આમા કશુ કરી નહી શકુ તેવુ ગાણુ ગાયુ હતુ. વેપારી અગ્રણી રસીકભાઇ વંડ્રા, ધીરૂભાઇ જોબનપુત્રા, જયેશભાઇ જોબનપુત્રા, કાંતીભાઇ ધામત, બાબુભાઇ ધામત, રાજેશભાઇ ધામત, યોગેશભાઇ દવે સહિત વિગેરે વેપારીઓ લડતમા જોડાયા છે અને આવતીકાલથી લડત વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે.
 
સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર 
 
ગત ગ્રામ પંચાયતની ચુંટણીમા કૃષિમંત્રી વી.વી.વઘાસીયા પ્રેરિત પેનલનો પરાજય થયો હતો. લોકોએ હવે ગામના વિકાસ કામો ટલ્લે ચડાવાતા હોવાનો આક્ષેપ કરી રાજય સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો