તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીલીયા પંથકમાં અંટાળીયા નજીકથી પકડેલા ઇજાગ્રસ્ત સિંહબાળનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીલીયાઃ લીલીયા પંથકમાં વસતા સાવજ ગૃપમાંનુ એક સિંહબાળ બે દિવસ પહેલા ઘાયલ અવસ્થામાં મળી આવ્યુ હતું. આ સિંહબાળના પગમાં ઘારૂ પડી ગયાની જાણ થતા વન વિભાગે તેને પાંજરે પુરી જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યુ હતું પરંતુ સિંહબાળનું સારવાર દરમીયાન મોત થયુ હતું.
સારવાર માટે જસાધારના એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યુ હતું

બૃહદ ગીર વિસ્તારમાં આવતા લીલીયામાં રેવન્યુ વિસ્તારમાં સાવજોની મોટી વસતી છે. અવાર નવાર કોઇને કોઇ સાવજો ઘાયલ કે બિમાર થતા રહે છે. બે દિવસ પહેલા લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક આશરે સાત માસની ઉંમરનું એક સિંહબાળ બિમાર હાલતમાં આટા મારતુ હોવાનું વન વિભાગને બાતમી મળી હતી. જેને પગલે વન વિભાગના સ્ટાફે અહિં દોડી જઇ મહામુસીબતે આ સિંહબાળને પાંજરે પુર્યુ હતું.
જસાધાર એનિમલ કેર સેન્ટરમાં દમ તોડ્યો
સારવાર માટે જસાધારના એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યુ હતું. આ સિંહબાળનું જસાધારના એનિમલ કેર સેન્ટરમાં માત્ર બે જ દિવસની સારવારમાં આજે મોત થયુ હતું. જેના પગલે સિંહ પ્રેમીઓમાં શોકની લાગણી જોવા મળી હતી. સ્થાનિક આરએફઓ વિઠ્ઠલાણીએ જણાવ્યુ હતું કે આ સિંહબાળને ઇનફાઇટમાં ઇજા થઇ હતી અને ઇજા વધારે પ્રમાણે હોય તેનું મોત થયુ હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો