તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાદરવે અષાઢી માહોલઃ ખાંભામાં દોઢ અને રાજુલામાં અડધો ઇંચ વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાંભા/ટીંબી/રાજુલાઃ અમરેલી જીલ્લામાં છુટીછવાયી મેઘ સવારી ચાલુ છે. દરરોજ જીલ્લાના કોઇને કોઇ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આજે ખાંભા શહેરમાં દોઢ ઇંચ વરસાદ વરસી જતા માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતાં તો બીજી તરફ જાફરાબાદના ટીંબીમાં પણ અડધો ઇંચ વરસાદ થયો હતો. ધાતરવડી ડેમ પર 25 મીમી અને સુરજવડી ડેમ પર 15 મીમી વરસાદ પડયો હતો. જાફરાબાદ તાલુકાના ટીંબીમાં ગઇકાલે એકાદ ઇંચ વરસાદ થયો હતો.
ધાતરવડી ડેમ પર સાંજે 25 મીમી વરસાદ

આજે ફરી વરસાદનું આગમન થયુ હતું અને બપોર બાદ આકાશમાં વરસાદી વાદળો ગોરંભાયા હતાં. ટીંબીમાં અડધી કલાકમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. અહિં પાકને જીવનદાન મળી રહ્યુ છે. આજે રૂપેણ નદીમાં પુર પણ આવ્યુ હતું. રાજુલા નજીક આવેલ ધાતરવડી ડેમ પર સાંજે 25 મીમી વરસાદ પડી ગયો હતો. આવી જ રીતે સાવરકુંડલા તાલુકામાં આવેલ સુરજવડી ડેમ પર પણ સાંજે 15 મીમી વરસાદ થયો હતો. દરરોજ છુટોછવાયો વરસાદ પડી રહ્યો હોય અમરેલી જીલ્લાના ખેડૂતોને સારા વરસાદની આશા બંધાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો