રાજુલામાં રહિશોએ બે તસ્કરોને ઝડપી લઇ પોલીસને હવાલે કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: રાજુલામાં ગત રાત્રીના 12 વાગ્યા આસપાસ અજાણ્યા તસ્કરો અંધારામાં લપાતા છુપાતા આવતા નીરજભાઇ ત્રિવેદી જોઇ ગયા હતા. બાદમાં નિરજભાઇએ કુશળતાથી આજુબાજુના લોકોને ફોન કરીને તસ્કરો વિશે હકીકત જણાવી હતી. આથી આજુબાજુમાં રહેતા લોકો એકઠા થઇ ગયા હતા. તે દરમ્યાન આ ચાર તસ્કરો રાજુલામાં આવેલ પશ્વિમ રોડ બાદ કૃષ્ણનગર સોસાયટીમાં નરેન્દ્રભાઇ ગોરડીયાના બંધ મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
 
નીરજભાઇ તથા સોસાયટીના બીજા લોકોની મદદથી આ તસ્કરોને પકડી લેવામાં આવ્યા હતા. જેમાં બે તસ્કરો પકડમાં આવી ગયા હતા. તેમજ બે તસ્કરો ચકમો દઇને ફરાર થઇ ગયા હતા.બનાવ બનતાની સાથે રાજુલા પોલીસને જાણ કરતા ઘટના સ્થળ પર પોલીસ આવી જતા આ બે તસ્કરોને પોલીસે પકડી લીધા હતા.
 
જે પોલીસે આ તસ્કરની પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે તેઓ ચારેય તસ્કરો ભાવનગર ખાતે રહે છે. જેમાં નામઠામ પુછતા બે તસ્કરોએ તમામના નામ જણાવ્યા હતા. જેમાં અલ્તાફ અબુ બેલીમ, એહમદ યુસુફ કાદરી, વસીમ લઘો ગફાર અને સમીર ઉર્ફે ભુરો સલીમ નામ જણાવ્યા હતા. તેમજ બન્ને તસ્કરોને લોકપમાં ધકેલી દીધા હતા. 
અન્ય સમાચારો પણ છે...