ધાનાણીનો દાવો: હાઈકમાન કહે તો હું સેનાપતિ બનવા તૈયાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: હાર્દિક પટેલે ગઇકાલે અમરેલીમા કોંગ્રેસની સરકાર આવે તો પરેશ ધાનાણી મુખ્યમંત્રી બનશે તે અંગે સંકેત આપ્યા બાદ આ અંગે આજે પરેશ ધાનાણીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતુ કે હું કોંગ્રેસનો સિપાઇ છું અમારૂ રાષ્ટ્રીય નેતૃત્વ સરહદે ઉભા રહેવાનુ કહે તો ત્યાં ઉભો રહી લડીશ. અને જો સેનાપતિ બનવાની જવાબદારી સોંપે તો સેનાપતિ બનીશ.  જો કે હાર્દિક પટેલના નિવેદન અંગે સ્પષ્ટ બોલવાનુ તેમણે ટાળ્યું હતુ. અને જણાવ્યું હતુ કે હું પરિવર્તનનો માણસ છું, પદનો મોહતાજ નથી. 
અન્ય સમાચારો પણ છે...