તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમારી સરકાર આવશે તો 10 દિ'માં ખેડૂતોનું દેવુ માફ, 11મો દિવસ નહી થવા દઉં : રાહુલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી: ચુંટણી પ્રચાર માટે અમરેલી જીલ્લામાં આવી પહોંચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સાવરકુંડલા અને અમરેલીમાં સિધો જ નરેન્દ્ર મોદી પર એટેક કર્યો હતો. નરેન્દ્ર મોદીને એક્ટર ગણાવી તેઓ હજુ ચુંટણી પહેલા આંખમાં આંસુ લાવશે તેમ જણાવ્યુ હતું. પાટીદાર પર અત્યાચારોને યાદ કરી તેમણે વાયદો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો 10 દિવસમાં ખેડૂતોનું દેવુ માફ થશે, 11 મો દિવસ નહી થવા દઉં. આજે બપોરે હેલીકોપ્ટર મારફત રાહુલ ગાંધી સાવરકુંડલા આવી પહોંચ્યા હતાં.

સાવરકુંડલાથી અમરેલી રોડ શો

 

અહિં જનસભા સંબોધ્યા બાદ રોડ શો કરી અમરેલી પહોંચ્યા હતાં અને શહેરમાં રોડ શો કરી જનસભા સંબોધી હતી. તેમણે જણાવ્યુ હતું આજકાલ મોદીજીના ભાષણમાં બદલાવ છે, ટેન્શનમાં છે, ગભરાયેલા છે. કદાચ કોંગ્રેસ આવે છે એટલે. અહિં તેમણે ટાટા નેનોને સરકારે કરેલી મદદ, રફેલ ડીલ, માછીમારોને સબસીડી તથા બેરોજગારી, શિક્ષણ અને આરોગ્યનો વધેલો ખર્ચ જેવા મુદા ઉઠાવ્યા હતાં. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આ વિકાસ શું છે ? વિકાસ નરેન્દ્ર મોદીના પાંચ-દસ મિત્રોનું કોડનેમ છે.

 

18મીએ મોદીની આંખમાંથી આંસુ નીકળશે

 

ખેડૂતોને યુપીએ સરકાર વખતે મગફળી કપાસના જે ભાવો મળતા હતાં તેટલા પણ હાલમાં મળતા નથી. નોટબંધી દરમિયાન મોદીની મદદથી ચોરોએ પાછલે દરવાજે કાળુ નાણુ સફેદ કરી લીધુ. નોટબંધી બાદ જીએસટીએ બાકીનું કામ પુરૂ કર્યું. લાખો લોકો બેરોજગાર થઇ ગયા. મતદાન પહેલા નરેન્દ્ર મોદી બે-ત્રણ વાર ઇમોશ્નલ થઇ જશે, આંસુ નીકળશે અને 18મીએ તો ચોક્કસ નીકળશે.

 

મોદી બચ્ચનથી પણ મોટા એક્ટર

 

તેમણે મોદી પર આકરો પ્રહાર કરતા કહ્યુ હતું કે તેઓ અમિતાભ બચ્ચન કરતા પણ મોટા એક્ટર છે. ગુજરાતમાં કોઇને ડોક્ટર-એન્જિનિયર બનવું હોય તો 10-15 લાખનો ખર્ચ કરવો પડે છે. ગંભીર બીમારી આવે તો લાખોનો ખર્ચ થાય છે. પૈસા ન હોય તો હોસ્પિટલમાંથી દર્દીને કાઢી મુકાઇ છે આ છે મોદીનું ગુજરાત મોડેલ.ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો 10 દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરાશે હું 11 મો દિવસ નહી થવા દઉં. અમારી સરકાર મનની વાત નહી કરે પણ આપની પાસે આવી તમારા મનની વાત સાંભળશે. 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...