હુ બોલાવું છું તો કેમ વાત નથી કરતી તેમ કહી છેડતી કરી મહિલા પર હુમલો કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
અમરેલી: સાવરકુંડલાના ઇન્દીરા વસાહતમાં રહેતી મહિલાને પગમાં દુખાવો હોવાથી સારવાર લઇ દવાખાનેથી પરત ફરતા રસ્તામાં એક શખ્સ મહિલાની છેડતી કરીને છુટા પથ્થરનો ઘા માર્યો હતો. આથી મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. બાદમાં મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

સાવરકુંડલાના ઇન્દીરા વસાહત વિસ્તારમાં રહેતી સંગીતાબેન હિતેષભાઇ રાણાવડીયા નામની મહિલા આજે સવારના છ વાગ્યાના આસપાસ પગમાં દુખાવો થતા દવાખાને ગયા હતા. અહી દવાખાનેથી સારવાર લઇને પોતાના ઘરે પરત ફરતા હતા. આ દરમ્યાન રસ્તામાં પરશોતમ નનકા નામના શખ્સે મહિલાની છેડતી કરી હતી. તેમજ પરિણીતાને કહ્યુ હતુ કે હું બોલાવુ ત્યારે મારી સાથે વાત કરતી નથી.
 
આથી મહિલાએ આ શખ્સને વળતો જવાબ નહિ આપતા એકદમ આ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો. અને મહિલાને રસ્તામાં પડેલા પથ્થર લઇને માથાના ભાગે છુટો ઘા કરી માર્યો હતો. જેમાં પથ્થરથી મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા આ મહિલા અહીજ પડી ગઇ હતી. જે દરમ્યાન મહિલાનો દિયર વિજય અહીથી પસાર થતા આ પરશોતમ નામનો શખ્સ ફરાર થઇ હતો. બાદમાં મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...