તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી: જાળીયા ગામે પતિના વિરહમાં પત્નીનો આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીઃ અમરેલી તાલુકાના જાળીયા ગામની સીમમાં ગઇકાલે સવારે ભેસાણ તાલુકાના ચુડા ગામની એક મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મહિલાના પતિએ પણ અગાઉ આપઘાત કર્યો હોય તેના વિરહમાં તેણે પણ જીવન ટુકાવી લીધુ હતું. દલીત પરિણીતાના આપઘાતની આ ઘટના અમરેલી તાલુકાના જાળીયા ગામની સીમમાં ગઇકાલે સવારે નવેક વાગ્યાના સુમારે બની હતી. અહિંની મનિષાબેન રામજીભાઇ નામની પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટુકાવી લીધુ હતું.
મોટી કુંકાવાવમાં ઓટલા પર બેઠેલ યુવાનનું હાર્ટએટેકથી મોત
પોલીસની પ્રાથમિક પુછપરછમાં મહિલાના પરિજનોએ એવુ જણાવ્યુ હતું કે મહિલાના પતિએ પણ થોડા સમય અગાઉ આપઘાત કરી જીવન ટુકાવી લીધુ હતું. જેને પગલે પગલે હવે મનિષાબેને પણ ગળાફાંસો ખાઇ જીવ દઇ દીધો હતો. ડીવાયએસપી આર.કે. શર્મા બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે. આ મહિલાના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતાં.

અન્ય એક ઘટનામાં વડીયા તાલુકાના મોટી કુંકાવાવ ગામના યુવાનનુ હાર્ટએટેકથી મોત થયુ હતું. મથુર ધીરૂભાઇ દેસાઇ (ઉ.વ. 36) નામનો યુવાન ગઇરાત્રે પોતાના ઘરે ઓટલા પર બેઠો હતો ત્યારે અચાનક હાર્ટએટેક આવી જતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો