તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબરા તાલુકામાં હોમિયોપેથિક દવા અને માસ્કનું વિતરણ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા: બાબરા તાલુકામાં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હોમિયોપેથીક દવા અને માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ. બાબરા નગરપાલિકાના સભ્ય જગદીશભાઈ વાવડીયા અને હોમીપેથીક ડોકટર ધ્રુવ પટેલ દ્વારા તાલુકાની આઠથી દસ જેટલી પ્રાથમીક શાળામાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. 
 
બાબરાના હોમિયોપેથીક ડો ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે હાલ સ્વાઇનફ્લુના રોગે અજગર ભરડો લીધો છે તેની સામે પૂરતું રક્ષણ આપતો હોમિયોપેથીક દવાનો ડોઝ દરેક બાળકને વિનામૂલ્યે આપવામાં આવ્યો છે. તેમજ વાતાવરણ કોઈ ઇન્ફેક્શન ન લાગે તે માટે માસ્કનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

ડો ધ્રુવ પટેલ અને જગદીશભાઈ વાવડીયાની આ સેવાને શાળાના આચાર્ય દ્વારા બિરદાવી હતી. તેમજ બાબરા શહેરમાં નાગનાથ કોમ્પ્લેક્ષમાં પણ ડો. ધ્રુવ પટેલ પોતાના ક્લિનિક પર આ દવાનો ડોઝ વિનામૂલ્યે વિતરણ કરે છે.
અન્ય સમાચારો પણ છે...