કેજરીવાલ જવાના હોવાની જાણ થતાં જ રજની પટેલ શહીદના ઘરે પહોંચ્યા

રાહુલ ગાંધી અને કેજરીવાલ ઉના આવવાના સમાચાર સાંભળીને સીએમ આનંદીબેન અચાનક જાગ્યા હતા

divyabhaskar.com | Updated - Jul 22, 2016, 08:14 PM
અરવિંદ કેજરીવાલ અમરેલીના મૃતક પોલીસ પરિવારને મળવા પહોંચે તે પહેલાં જ ગુજરાતના ગૃહમંત્રી રજની પટેલ પહોંચી ગયા હતાં.
અરવિંદ કેજરીવાલ અમરેલીના મૃતક પોલીસ પરિવારને મળવા પહોંચે તે પહેલાં જ ગુજરાતના ગૃહમંત્રી રજની પટેલ પહોંચી ગયા હતાં.
અમરેલીઃ તાલુકાનું સમઢીયાળા ગુજરાતનું પીપલી લાઈવ બની ગયું છે. એક પછી એક નેતાઓ પીડિત દલિત પરિવારની મુલાકાત લઈ રહ્યાં છે. જોકે, બીજી તરફ અમરેલીમાં તોફાનો દરમિયાન પથ્થરમારાને કારણે મોતને ભેટેલા પોલીસ કોન્સ્ટેબલના પરિવારની ખબર કાઢવા માટે કોઈ નેતા ફરક્યા ન હતા. રાહુલ ગાંધી અને કેજરીવાલ ઉના આવવાના સમાચાર સાંભળીને સીએમ આનંદીબેન અચાનક જાગ્યા હતા અને બુધવારે ઉના દોડી ગયા હતા. જોકે, તેમણે મૃતક કોન્સ્ટેબલના પરિવારની મુલાકાત લેવાનું ટાળ્યું હતું. કેજરીવાલે અચાનક મૃતકના પરિવારની મુલાકાત લેવાની જાહેરાત કરતા સરકાર પણ ઊંઘમાંથી જાગી હતી. બેને કેજરીવાલ અમરેલી પહોંચે તે પહેલા જ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલને અમરેલી દોડાવ્યા હતા.
મૃતકના પરિવારને વધુ સહાય અને આશ્રિતને નોકરી માટે ગુજરાત સરકારને કહીશ: કેજરીવાલ
ઉનામા દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમા અમરેલીમા નીકળેલી દલિતોની રેલી દરમિયાન પત્થરમારામા મૃત્યુ પામેલા શહિદ પોલીસ જવાન પંકજ અમરેલીયાના પરિવારને સાંત્વના પાઠવવા શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમરેલી આવી પહોંચ્યા હતા. તેમણે અહી પત્રકારોને જણાવ્યું હતુ કે દિલ્હીની જેમ જ અહી ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પોલીસકર્મીના પરિવારને એક કરોડ સુધીની સહાય અને આશ્રીતને નોકરી મળવી જોઇએ.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સાંજે અમરેલીમા શહિદ પોલીસકર્મી પંકજ અમરેલીયાના પરિવારને મળી ઘટના અંગે દિલાસો આપ્યો હતો. નિર્ધારીત સમયે અમરેલી આવી પહોંચેલા કેજરીવાલ સીધા જ પિડીત પરિવારના ઘરે દોડી ગયા હતા. અને સમગ્ર ઘટના કઇ રીતે બની તેની જાણકારી મેળવી હતી. મૃતક અમરેલીયાના પરિવારે કઇ રીતે તેમના માથામા પત્થર વાગવાથી મોત થયુ તે અંગે જાણકારી આપી હતી. તેમણે સરકારી સહાય અંગે પણ પિડીત પરિવારને પુછપરછ કરી હતી.
મૃતક પંકજભાઇના પિતાજી અને ભાઇઓને મળ્યાં બાદ તેમણે પંકજભાઇના પત્ની અને માતાને પણ ઘરમા જઇ મળીને સાંત્વના પાઠવી હતી. પંકજભાઇનો પુત્ર રાજ ધોરણ-8મા અભ્યાસ કરે છે. તેના માથા પર કેજરીવાલે હાથ ફેરવ્યો હતો. અને ત્યારબાદ બહાર નીકળી તેમણે પત્રકારોને જણાવ્યું હતુ કે દિલ્હીમા ફરજ દરમિયાન શહિદ પોલીસકર્મીને એક કરોડ સુધીની સહાય ચુકવાય છે તથા આશ્રીતને નોકરી પણ આપવામા આવે છે. અહી પણ વધુ સહાય મળે અને આશ્રીતને નોકરી મળે તે માટે તેઓ રાજય સરકારને કહેશે. આ તકે અરવિંદ કેજરીવાલ સાથે આપના નેતા આશુતોષ સહિતના નેતાઓ સાથે રહ્યાં હતા. જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતીમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો.
આગળની સ્લાઈડ્સમાં વાંચો...ગૃહ રાજ્યમંત્રી રજની પટેલે શહીદના પરિજનોને 1.31 લાખનો ચેક આપ્યો..
(તમામ તસવીરોઃ દિલીપ રાવલ અમરેલી)

શહીદ પોલીસ કર્મીના પરિજનોને મળી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
શહીદ પોલીસ કર્મીના પરિજનોને મળી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
ગૃહ રાજ્યમંત્રી રજની પટેલે શહીદના પરિજનોને 1.31 લાખનો  ચેક  આપ્યો
 
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અમરેલીના મૃતક પોલીસકર્મીના પરિવારને મળે તે પહેલા જ આજે રાજ્યના ગૃહમંત્રી રજની પટેલ અને પંચાયત રાજ્યમંત્રી જ્યંતીભાઇ કવાડીયા પણ અમરેલી દોડી આવ્યા હતાં અને પોલીસ પરિવારને મળી સાંત્વના પાઠવી હતી. એટલુ જ નહી આ પરિવારને રૂા. 1.31 લાખની સહાયનો ચેક પણ અર્પણ કર્યો હતો. દલીત અત્યાચારની ઘટના બાદ ગુજરાતમાં દોડી આવતા લગભગ તમામ નેતાઓ ઉના અને રાજકોટની મુલાકાત લેતા હતાં. અમરેલીમાં પત્થરમારામાં પોલીસકર્મીનું મોત થયુ હોવા છતાં કોઇએ અમરેલીની મુલાકાત લીધી ન હતી. પરંતુ આજે સૌ પ્રથમ રાજ્યના ગૃહમંત્રી રજનીભાઇ પટેલ અને પંચાયત રાજ્યમંત્રી જ્યંતીભાઇ કવાડીયાએ પીડીત પરિવારની મુલાકાત લીધી હતી. રાજ્યના પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી સાથે આ બન્ને મંત્રીઓ આજે મૃતક પોલીસકર્મી પંકજ અમરેલીયાના ઘરે દોડી ગયા હતાં. ભાજપના ત્રણેય વરીષ્ઠ આગેવાનોએ અમરેલીયા પરીવારને આ દુ:ખદ ઘટના અંગે સાંત્વના આપી સરકાર દરેક તબક્કે તેની પડખે હોવાનું જણાવ્યુ હતું. તેમના દ્વારા પરીજનો અને બાળકોના અભ્યાસ માટે આર્થિક સહાય વિશે ખાતરી પણ આપી હતી. બન્ને મંત્રીઓએ પંકજભાઇના પત્ની રૂપાબેનને રૂા. 1.31 લાખનો સહાયનો ચેક અર્પણ કર્યો હતો. પંકજભાઇની દીકરી મુસ્કાન ધો. 12 સાયન્સમાં અને દિકરો રાજ ધો. 8માં અભ્યાસ કરે છે. ત્રણેય આગેવાનોએ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ યોગ્ય પગલાની ખાતરી આપી હતી. આ તકે તેમની સાથે જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શરદભાઇ લાખાણી, દુધ સંઘના પ્રમુખ અશ્વિનભાઇ સાવલીયા, ધીરૂભાઇ વાળા, કલેક્ટર દિલીપકુમાર રાણા, ડીડીઓ સુજીતકુમાર, પોલીસ વડા જગદિશ પટેલ વિગેરે રહ્યા હતાં.
   
 
આગળની તસવીરોમાં જુઓ શહીદ પોલીસ કર્મીના ઘરે પહોંચેલા અરવિંદ કેજરીવાલ.....
ભાજપના ત્રણેય વરીષ્ઠ આગેવાનોએ અમરેલીયા પરીવારને આ દુ:ખદ ઘટના અંગે સાંત્વના આપી હતી
ભાજપના ત્રણેય વરીષ્ઠ આગેવાનોએ અમરેલીયા પરીવારને આ દુ:ખદ ઘટના અંગે સાંત્વના આપી હતી
શહીદ પોલીસ કર્મીના પરિજનોને મળવા જઇ રહેલા અરવિંદ કેજરીવાલ
શહીદ પોલીસ કર્મીના પરિજનોને મળવા જઇ રહેલા અરવિંદ કેજરીવાલ
શહીદ પોલીસ કર્મીના પરિજનોને મળવા જઇ રહેલા અરવિંદ કેજરીવાલ
શહીદ પોલીસ કર્મીના પરિજનોને મળવા જઇ રહેલા અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ આવતા લોકોના ટોળા એકઠાં થયા હતા
અરવિંદ કેજરીવાલ આવતા લોકોના ટોળા એકઠાં થયા હતા
X
અરવિંદ કેજરીવાલ અમરેલીના મૃતક પોલીસ પરિવારને મળવા પહોંચે તે પહેલાં જ ગુજરાતના ગૃહમંત્રી રજની પટેલ પહોંચી ગયા હતાં.અરવિંદ કેજરીવાલ અમરેલીના મૃતક પોલીસ પરિવારને મળવા પહોંચે તે પહેલાં જ ગુજરાતના ગૃહમંત્રી રજની પટેલ પહોંચી ગયા હતાં.
શહીદ પોલીસ કર્મીના પરિજનોને મળી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલશહીદ પોલીસ કર્મીના પરિજનોને મળી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
ભાજપના ત્રણેય વરીષ્ઠ આગેવાનોએ અમરેલીયા પરીવારને આ દુ:ખદ ઘટના અંગે સાંત્વના આપી હતીભાજપના ત્રણેય વરીષ્ઠ આગેવાનોએ અમરેલીયા પરીવારને આ દુ:ખદ ઘટના અંગે સાંત્વના આપી હતી
શહીદ પોલીસ કર્મીના પરિજનોને મળવા જઇ રહેલા અરવિંદ કેજરીવાલશહીદ પોલીસ કર્મીના પરિજનોને મળવા જઇ રહેલા અરવિંદ કેજરીવાલ
શહીદ પોલીસ કર્મીના પરિજનોને મળવા જઇ રહેલા અરવિંદ કેજરીવાલશહીદ પોલીસ કર્મીના પરિજનોને મળવા જઇ રહેલા અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ આવતા લોકોના ટોળા એકઠાં થયા હતાઅરવિંદ કેજરીવાલ આવતા લોકોના ટોળા એકઠાં થયા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App