તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી: રાજ્યપાલ-રૂપાલાની હાજરીમાં 12 સહકારી સંસ્થાની સાધારણ સભા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી: આગામી તા. 23મીએ ઐતિહાસીક કાર્યક્રમ યોજાશે. જીલ્લા મધ્યસ્થ બેંક, અમર ડેરી, જીલ્લા સંઘ સહિત એક સાથે 12 સહકારી સંસ્થાઓની સાધારણ સભા યોજાશે. ગુજરાતના રાજ્યપાલ શ્રી કોહલી તથા કેન્દ્રમાં તાજેતરમાં મંત્રી બનેલી પુરૂષોત્તમભાઇ રૂપાલાની ઉપસ્થિતીમાં અહિં સહકાર સંમેલન તથા રાજસ્વીરત્નોના સન્માનનો ત્રિવિધ સમારોહ યોજાશે. આ તકે મંત્રી મનસુખભાઇ માંડવીયા પણ ઉપસ્થિત રહેશે.

અમરેલીમાં સહકાર સંમેલન અને રાજસ્વીરત્નોનું સન્માન

અમરેલી જીલ્લામાં સહકારી પ્રવૃતિઓનો વ્યાપ સોળેકળાએ છે ત્યારે આગામી 23મી તારીખે આ ભવ્ય ત્રિવિધ સહકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યના ગવર્નર ઓ.પી. કોહલીની અધ્યક્ષતામાં આ સંમેલન મળશે. આજે પૂર્વ કૃષિમંત્રી અને નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ પત્રકારોને જણાવ્યુ હતું કે જીલ્લાની જુદી જુદી 12 સહકારી સંસ્થાઓની સાધારણ સભા એક જ મંચ પર બોલાવવામાં આવી છે. ઇતિહાસમાં પ્રથમ વખત નોંધપાત્ર કહી શકાય તેવો આ જીલ્લો અમરેલી જીલ્લો પાડશે. સવારે સાડા નવ કલાકે સાધારણ સભાથી કાર્યક્રમ શરૂ થશે. સાડા દશ કલાકે સહકાર સંમેલન મળશે. જેમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા અને મનસુખભાઇ માંડવીયા હાજર રહેશે. નાફેડના ચેરમેન વાઘજીભાઇ બોડા પણ ઉપસ્થિત રહેશે.

સહકારી સંસ્થાઓમાં કામ કરનાર મહિલાઓનું પણ સન્માન

રાજ્યપાલ અમર ડેરીની મુલાકાત લેશે. સાડા અગીયાર કલાકે અમરેલી જીલ્લાના પનોતા પુત્ર એવા કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રૂપાલા અને મનસુખ માંડવીયાનું સહકાર પરિવાર દ્વારા સન્માન કરાશે. અમરેલી જીલ્લામાં એક સાથે મોટી ગણાતી એવી આટલી સહકારી સંસ્થાઓની સાધારણ સભા ક્યારેય નથી મળી. આ તકે દિલીપ સંઘાણી ઉપરાંત અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, જીલ્લા સંઘના પ્રમુખ શરદભાઇ લાખાણી, સહકારી સંસ્થાના જીવરાજભાઇ વાગડીયા, બેંકના એમડી ચંદુભાઇ સંઘાણી, ધીરૂભાઇ ગઢીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સહકારી સંસ્થાઓમાં કામ કરનાર મહિલાઓનું પણ સન્માન કરાશે.

રાજ્યપાલ ડેરીની મુલાકાત પણ લેશે

અમરેલી જીલ્લાના 25 હજાર પરિવારોને રોજગારી પુરી પાડતી અમર ડેરીની મુલાકાત રાજ્યપાલ ઓ.પી. કોહલી લેશે. 26મી તારીખે સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહ્યા બાદ તેઓ અમરેલી પંથકમાં શ્વેત ક્રાંતિ લાવનાર આ ડેરીની મુલાકાત લઇ જાત માહિતી મેળવશે. આ સમયે તેમની સાથે ડેરીના સ્થાપક ચેરમેન શ્રી સંઘાણી અને હાલના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો