તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી: ઇશ્વરીયાનાં વૃદ્ધનાં અવસાન બાદ પરિવારજનો દ્વારા કરાયું ચક્ષુદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: સમગ્ર અમરેલી જિલ્લામાં ઘણી બધી સેવાભવી સંસ્થાઓ આવેલી છે. જેમના દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી સેવાભાવી સંસ્થા એવી સંવેદન ગૃપ આવેલું છે. જેના દ્વારા ચક્ષુદાન લેવામાં આવે છે. તાજેતરમાં આ સંસ્થા દ્વારા 28મું ચક્ષુદાન લેવામાં આવ્યું હતું.

અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામના સ્વ. રવજીભાઇ ટપુભાઇ વામજાનું અવસાન થતા તેમના સ્વજનોની ઇચ્છા મુજબ તેમના પરિવારજનો દ્વારા ચક્ષુદાન કર્યું હતું. તેઓએ સિવિલ હોસ્પીટલનાં ટીબી વિભાગના કર્મચારી યોગેશભાઇ દેવમુરારીએ સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો.

સંવેદન ગૃપનો સંપર્ક કરાતા સ્વ. રવજીભાઇની તંદુરસ્ત આંખોનું દાન સ્વીકારવા સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, મુકેશ મંડોરા, જયેશ જોષીની સાથે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા શાખાના સેક્રેટરી મેહુલ વ્યાસે તથા હરેશ જોષીએ સેવા આપી હતી. તેમના વારસદારો સંતાનો શૈલેષભાઇ તથા હરેશભાઇ વામજાએ પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...