નકલી સર્ટી.કૌભાંડમાં જે એકેડમીનું નામ ખુલ્યુ તેને રાતોરાત રિન્યુ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા: ખાંભામાં ચાલી રહેલા નકલી સર્ટિફિકેટ કૌભાંડ બહાર આવતા એકેડમીના સંચાલકોમા દોડધામ મચી હતી. આ એકેડમીનુ રજીસ્ટ્રેશન રાતોરાત રિન્યુ કરી દેવામા આવ્યુ હતુ અને ભોગગ્રસ્તોને ધમકાવવાના તેમજ બદનક્ષીનાં દાવાની ધમકી આપવામાં આવી રહી છે.
 
આ કૌભાંડ અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ મહાદેવ એકેડમીના કેતન હરકાંતભાઈ જોશી દ્વારા તે ચલાવી રહેલા આ એકેડમીની 2013માં રજીસ્ટ્રેશન પૂરું થઈ ગયું હતું તે અહેવાલના પડઘાએ બચવા માટે આજે જ રજિસ્ટ્રેશન કરી એકેડમી ઓનલાઇન ચાલુ કરી નાખ્યું હતું. તેમ છતાં પણ આ એકેડમીના સંચાલક સામે ઘણા સવાલો હજુ એમના એમ ઉભા છે ત્યારે હવે આ એકેડમી સામે તપાસ થશે કે પછી આમને આમ આ સંચાલક છટકી જશે.
અન્ય સમાચારો પણ છે...