તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી જિલ્લામાં ભુકંપનો આંચકો, સુરત નજીકનો ભુકંપ છેક સૌરાષ્ટ્ર પહોંચ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી,રાજુલાઃ અમરેલી જિલ્લામા આજે સવારના પહોરમા જ ભુકંપનો હળવો આંચકો અનુભવાતા ઠેરઠેર લોકો બેબાકળા બની ઘરની બહાર દોડી ગયા હતા. રાજુલા, સાવરકુંડલા, લીલીયા, અમરેલી સહિતના શહેરોમાં સવારે 9:26 કલાકે આ ભુકંપ અનુભવાયો હતો. સુરત નજીક કેન્દ્રબિંદુ ધરાવતો આ ભુકંપ 4.7ની તિવ્રતાનો હતો ભુકંપને પગલે લોકોમા ફફડાટ ફેલાયો હતો અને કચ્છના વિનાશક ભુકંપની યાદ ફરી તાજી થઇ હતી.
અમરેલી, રાજુલા, સાવરકુંડલા સુધી અનુભવાયો : અનેક સ્થળે લોકો ફફડાટમાં ઘરની બહાર દોડયા

ભુકંપના ભયે આજે ફરી અમરેલી પંથકના લોકોને થરથર કંપાવી દીધા હતા. રવિવારનો રજાનો દિવસ હજુ તો ચડી રહ્યો હતો તે સમયે સવારે 9:26 કલાકે ધરતી અચાનક ધણધણી ઉઠી હતી. ત્રણ ચાર સેકન્ડ માટે અમરેલી પંથકમાં ધરતીમા હળવી ધ્રુજારી અનુભવાઇ હતી જેને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભુકંપનુ કેન્દ્રબિંદુ સુરતના કામરેજ નજીક હતુ જેના કારણે અહી ભુકંપની અસર પ્રમાણમા ઘણી ઓછી હતી આમ છતા લોકોમા ડર ફેલાઇ ગયો હતો.
લોકોને 26મી જાન્યુઆરીના ભુકંપની યાદ આવી ગઇ

4.7ની તીવ્રતાના આ ભુકંપને પગલે અમરેલી શહેરમાં પણ અનેક સ્થળે લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ખાસ કરીને ઉંચા મકાનોમા વિશેષ અસર અનુભવાઇ હતી. જો કે ઘણા લોકોને તો આ ભુકંપનો અનુભવ પણ થયો ન હતો. લીલીયા અને સાવરકુંડલા પંથકમા પણ હળવી ધ્રુજારી અનુભવાઇ હતી અહી પણ થોડીવાર માટે ધરા ધ્રુજવા લાગતા લોકોને 26મી જાન્યુઆરીના ભુકંપની યાદ આવી ગઇ હતી. આવી જ રીતે રાજુલા પંથકમા પણ ધરતીકંપનો આંચકો અનુભવતા ગોકુળનગર, દુર્લભનગર વિગેરે વિસ્તારમા લોકો હાંફળાફાંફળા બની ઘરની બહાર દોડયા હતા. ત્રણ ચાર સેકન્ડ માટે ધરતીમા કંપન અનુભવાયુ હતુ.
જાફરાબાદ પંથકના લોકો ભુકંપથી અજાણ

બાદમાં ફોન પર એકબીજાને પુછપરછ શરૂ થઇ હતી. જો કે ભુકંપનુ કેન્દ્રબિંદુ અમરેલી જિલ્લાથી ઘણુ દુર હોય અહી માત્ર તેની નહિવત અસર દેખાઇ હોય જિલ્લામા કયાંય જાનહાની કે માલમતાને નુકશાન થયુ ન હતુ. 26મી જાન્યુઆરીના ભારે ભુકંપ બાદ અમરેલી જિલ્લામા છેલ્લા દોઢ દાયકામા અવારનવાર ભુકંપના આંચકાઓ નોંધાય ચુકયા છે. જો કે જાફરાબાદ પંથકના લોકો ભુકંપથી અજાણ જોવા મળ્યાં હતા. લાઠીમા અનેક લોકોએ સવારે હળવો આંચકો આવ્યો હોવાનુ જણાવ્યું હતુ.
થોડીવાર માટે ધ્રુજારી અનુભવાઇ- રવુભાઇ ખુમાણ

અમરેલી જિલ્લા ભાજપના મંત્રી અને રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમા રહેતા રવુભાઇ ખુમાણે જણાવ્યું હતુ કે હું ઝુલા પર બેઠા બેઠા અખબાર વાંચતો હતો ત્યારે થોડીવાર માટે ધ્રુજારી અનુભવાતા ઝુલો પણ ધ્રુજી ઉઠયો હતો અને બાજુમા પડેલી પાણીની બોટલ પણ ધ્રુજી ઉઠી હતી.

ઘરમાં રકાબીઓ ખખડી ઉઠી- ભરતભાઇ

રાજુલામા ગોકુળનગરમા રહેતા ભરતભાઇ જાનીએ જણાવ્યું હતુ કે સવારમા હું ચા પીતો હતો ત્યારે ભુકંપનો અનુભવ થયો હતો અને ઘરમા કાચની રકાબીઓ પણ ખખડી ઉઠી હતી.

હળવો આંચકો પણ નુકશાન નથી- ભવદિપ ખુમાણ

રાજુલામા ગોકુળનગરમા રહેતા ભવદિપ ખુમાણે જણાવ્યું હતુ કે હું સવારે અગાસીમા સોલાર ફિટીંગ માટે ચડયો હતો તે વખતે થોડીવાર માટે ભુકંપનો હળવો આંચકો અનુભવાયો હતો જો કે આનાથી કોઇ નુકશાન થયુ ન હતુ.

સુરતમાં ફોન પર મોટાપાયે પુછપરછ

અમરેલી જિલ્લાના લોકોની સુરતમા ખુબ મોટી વસતી છે. ભુકંપનુ કેન્દ્રબિંદુ સુરત નજીક હોય સમાચાર મળતા જ અમરેલી પંથકમાથી સુરતમા મોટાપાયે લોકો ફોન પર પુછપરછ કરવા લાગ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો