લીલીયા: લીલીયામાં કરોડોના ખર્ચે બનેલી ભુગર્ભ ગટર યોજના તદન નિષ્ફળ ગઇ છે. પાણીનો નિકાલ થતો નથી. ભુગર્ભ ગટર માટે ખોદી નાખેલા રસ્તા ચોમાસામાં ત્રાસરૂપ બન્યા છે. કાદવ, કિચડના સામ્રાજ્યથી વેપારીઓ પરેશાન છે, અકસ્માતો થઇ રહ્યા છે. મંત્રીઓએ આપેલી ખાતરી પણ નિષ્ફળ ગઇ છે ત્યારે આજે વેપારીઓએ સજ્જડ બંધ પાળી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને આવેદન પાઠવ્યુ હતું. કોંગી આગેવાનોએ પણ વેપારીઓને સમર્થન જાહેર કર્યુ હતું.
ભુગર્ભ ગટરનું કામ શરૂ થયુ હતુ ત્યારથી જ કામ નબળુ
નિંભર તંત્રના કાને લીલીયાના લોકોની વ્યથા પહોંચતી નથી. જ્યારથી લીલીયામાં ભુગર્ભ ગટરનું કામ શરૂ થયુ હતુ ત્યારથી જ કામ નબળુ થતુ હોવાની ભારે બુમરાણ મચી હતી. પરંતુ રાજકીયઓથ તળે કોન્ટ્રાક્ટરની ગોલમાલને પણ ચલાવી લેવાઇ હતી. ભુગર્ભ ગટરનું કામ એ હદે નબળુ થયુ હતું કે ગામ આખાનું ગટરનું પાણી તેમાં જાય તો પણ એક ટીપુયે બહાર નિકળતુ ન હતું અને બાદમાં ગટર ચોકઅપ થવાની ફરીયાદો ઉઠતી હતી. હવે ચોમાસુ આવતા જ ગટરમાંથી પાણીના નિકાલનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.
પાણીના નિકાલના અભાવે દુકાનોમાં પાણી ઘુસી જાય છે
ગટરમાં પાણી ચાલતુ નથી. રસ્તાઓ પર ગટરના ગંદા પાણી ઉભરાઇ છે. ઉપરથી ભુગર્ભ ગટર માટે જે રસ્તાઓ ખોદી નખાયા હતા તેની મરામત કરવામાં આવી નથી. જેના પરિણામે શહેરભરમાં ચારેય તરફ કાદવ-કિચડ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો અને લોકો પડી-આખડી રહ્યા છે. વારંવાર અકસ્માતો થઇ રહ્યા છે. પાણીના નિકાલના અભાવે દુકાનોમાં પાણી ઘુસી જાય છે. નરક જેવી સ્થિતીના કારણે વેપાર-ધંધા પર પણ અસર થઇ રહી છે. જેનો રોષ આજે વેપારીઓમાં જોવા મળ્યો હતો અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આંદોલન શરૂ કરાતા આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.
આગળની સ્લાઇડમાં વાંચો, વેપારીઓએ શહેરમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યુ...