તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવીલને ખાનગી ટ્રસ્ટને સોંપવાના વિરોધમાં ધરણા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: અમરેલીની મેડીકલ હોસ્પિટલ અહીની સિવીલ હોસ્પિટલમા બનશે. સરકાર દ્વારા આ માટે સિવીલ હોસ્પિટલનો વહિવટ શાંતાબેન હરિભાઇ ગજેરા ટ્રસ્ટને સોંપવામા આવશે. જો કે સિવીલ હોસ્પિટલમા 300 બેડ સુધીની સુવિધા અગાઉની જેમ જ લોકોને ફ્રીમા મળી રહેશે અને ઓપીડી પણ ફ્રી રહેશે તેવુ કહેવાય છે.
 
અલબત નાથાલાલ સુખડીયા સહિતના આરટીઆઇ કાર્યકરોએ સરકાર આરોગ્ય સુવિધાનુ ખાનગીકરણ કરતી હોવાનો આક્ષેપ કરી આ સંસ્થા લોકોને મફત સુવિધા નહી આપે તેવી આશંકા વ્યકત કરી આ લડત ચાલુ કરી છે. નાથાલાલ સુખડીયા ઉપરાંત ભીખુભાઇ બાટાવાળા સહિતના આગેવાનોએ આજે અહીના ડો.જીવરાજ મહેતા ચોકમા એક દિવસના ધરણા કર્યા હતા. જો કે હાલમા સરકાર દ્વારા માત્ર ઠરાવ કરાયો છે. હજુ એમઓયુ થવાના બાકી છે ત્યારે કઇ શરતો પર એમઓયુ થાય છે તેના પર સૌની નજર મંડાઇ છે
અન્ય સમાચારો પણ છે...