જૂની નોટ જમા ન થતા ઉદ્યોગપતિએ આચાર્ય પર હુમલો કર્યોઃ ફોજદારને લાફા માર્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાઃ બાબરા તાલુકાનાં ઈંગરોળા ગામનાં વતની અને ઉદ્યોગપતિ જે.પી.ઠેશીયાએ પ્રાથમિક શાળાનાં આચાર્યને તેમનાં ખાતામાં જૂની ચલણી નોટ જમા કરવાનું કહેતા અને આચાર્યએ ના પાડતા ગઇકાલે શુક્રવારે બેઝબોલ વડે માર માર્યા બાદ જાણે સુરાતન ચડ્યું હોય એમ પોતાના હાથમાં કાયદો લઇ આ બાબતે નિવેદન લેતા પીએસઆઇ રામાવતને જાહેરમાં લાફો ઝિંકી દેતા ઠેશીયાની ધરપકડ કરાઇ છે.

ઇંગોરાળાના જાણીતા દાતા અને ઉદ્યોગપતિ જે.પી. ઠેશીયા હાલમાં ભારે વિવાદમાં છે. બે દિવસમાં તેમના સામે હુમલો કરવા સબબ બે પોલીસ ફરીયાદ નોંધાઇ છે અને આ હુમલો પણ તેમણે શાળાના આચાર્ય અને પીએસઆઇ જેવી વ્યક્તિ પર કર્યો છે. અહિંની શાળાના આચાર્ય સાથે બોલાચાલી થયા બાદ તેમણે હુમલો કરી માર મારતા બાબરા પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી. જે અંગે તપાસ કરવા પીએસઆઇ રામાવત સ્ટાફ સાથે આજે ઇંગોરાળા દોડી ગયા હતાં. પીએસઆઇ રામાવત ગામના ચોકમાં જ લોકોના જવાબ લખી રહ્યા હતાં તે વખતે જે.પી. ઠેશીયા ગામમાં અહિં ધસી ગયા હતાં અને જવાબ લખાવતા લોકોને અપશબ્દો બોલી કોઇએ મારા વિરૂધ્ધ જવાબ લખાવ્યા તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ સમયે પોલીસકર્મીઓએ અમને અમારૂ કામ કરવા દો તેમ કહેતા ઠેશીયાએ પીએસઆઇને પણ તમાચો જડી દીધો હતો તથા અન્ય પોલીસકર્મીઓને પણ માર માર્યો હતો. એક પોલીસકર્મીને તો બેઝબોલના ધોકાથી માર માર્યો હતો.

આગળ વાંચો, જે.પી. ઠેશીયાની ધરપકડ કરાઇ
અન્ય સમાચારો પણ છે...