કેશોદની ગૌશાળામાં ગાયોને 500 કીલો કેરી ખવડાવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 અમરેલી : કેશોદમાં બીમાર ગાયોની સારવાર કરતી રાધેકિષ્ના ગૌશાળાનાં યુવાનો દ્વારા શહેર કે તાલુકામાં કોઇપણ સ્થળે ગૌવંશ બીમાર હોય તેમજ અકસ્માતમાં ઇજા પહોંચી હોય તો કોલ આવતાની સાથે આ યુવાનો ઇજાગ્રસ્ત ગૌ વંશને વાહનમાં ગૌશાળા ખાતે લાવી સારવાર કરે છે. અને નિયમીત નિસ્વાર્થ ભાવે સેવા આપે છે.
 
તેમજ ઉનાળાની સિઝનમાં ગાયોને તરબૂચ ખવડાવવાની સાથે ગોળ,વરિયાળીનું શરબત પીવડાવી અને તાજેતરમાં જ 500 કીલો કેરીને ખરીદી કરી ગાયોને કેરી ખવડાવી હતી. આ કામગીરીને શહેરીજનો બિરદાવી રહ્યા છે. આ સેવાકીય કાર્ય આ ગૌશાળામાં સેવા આપતા જમનભાઇ બરવાડીયા,વિનુભાઇ રાયચુરા, વિપુલભાઇ ઠકરાર, કિશનભાઇ બોરડ,પિન્ટુભાઇ ગજેરા સહિતનાં 50 જેટલા યુવાનોકરી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...