તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Comparison To The Previous Election, 145 Booths Increase In This Election In Amreli

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગત ચુંટણીની સાપેક્ષમાં આ ચૂંટણીમાં 145 બુથ વધારે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર

 

અમરેલી: ગત વિધાનસભાની ચુંટણીની સરખામણીમાં આ વખતે અમરેલી જીલ્લાની પાંચ સીટ પર 145 બુથનો ઉમેરો થયો છે. વર્ષ 2012ની ચુંટણી અમરેલી જીલ્લામાં 1270 બુથ પર યોજવામાં આવી હતી. જ્યારે આ વખતની ચુંટણીમાં 1415 બુથ પર મતદાન યોજવામાં આવશે. સ્વાભાવિક રીતે જ મતદાનમાં ફરજ બજાવનારા કર્મચારીઓની સંખ્યા પણ વધી છે. અમરેલી જિલ્લામાં પાંચ સીટની ચુંટણી યોજાવા જઇ રહી છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં થયેલા વધારાના કારણે તંત્રને આ વખતે નવા મતદાન બુથ ઉભા કરવાની ફરજ પડી છે.

 

- 2012 વિધાનસભાની ચૂંટણીમાં 1270 બુથ પર મતદાન યોજાયુ હતું જ્યારે 2017ની ચૂંટણીમાં 1415 બુથ પર યોજાશે

 

પાંચ વર્ષ દરમિયાન 1.24 લાખ મતદારોનો વધારો થયો છે. જેને પગલે 145 નવા બુથ આ ચુંટણીમાં ઉભા કરવા પડશે. ગત વિધાનસભાની ચુંટણીમાં અમરેલી જીલ્લાની પાંચેય સીટ મળી કુલ 1270 મતદાન મથકો પર મતદાન યોજવામાં આવ્યુ હતું. જ્યારે આ વર્ષે પાંચેય સીટ પર મળી 1415 મતદાન મથકો પર મતદાન યોજાશે. આ વખતે સૌથી વધુ મતદાન મથકો અમરેલી સીટ પર 304 અને રાજુલા સીટ પર 302 રહેશે.

 

અમરેલી સીટ પર 2012માં 286 બુથ હતાં. જ્યારે રાજુલા સીટમાં 257 બુથ હતાં. આમ રાજુલા સીટમાં સૌથી વધારે 45 બુથનો ઉમેરો થયો છે. આ ઉપરાંત ધારી સીટમાં 249 બુથની જગ્યાએ આ વખતે 274 બુથ છે. લાઠી સીટમાં 220 બુથની જગ્યાએ આ વખતે 240 બુથ છે અને સાવરકુંડલા સીટમાં 258 બુથની જગ્યાએ 295 બુથ છે. 

 

ચૂંટણી ફરજ પરનાં કર્મચારીઓની સંખ્યા પણ વધી

 

ચાલુ વર્ષે યોજાનાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગત ચૂંટણીનાં પ્રમાણમાં મતદાન બુથની સંખ્યામાં 145નો વધારો થયો છે. ત્યારે આ વધારાનાં બુથો પર ફરજ માટે કર્મચારીઓની પણ વધારે જરૂરિયાત ઉભી થઇ હતી. ત્યારે ગત ચૂંટણીનાં પ્રમાણમાં આ વખતે ચૂંટણી ફરજ પરનાં કર્મચારીઓની સંખ્યા પર વધારે છે વળી, જે તાલુકાઓમાં પહેલાથી જ કર્મચારીઓની સંખ્યા પાંખી હતી ત્યાં ચૂંટણી ફરજ બજાવી રહેલા કર્મચારીઓ ઉપર કામનું ભારણ પણ વધી ગયું છે. એક-એક કર્મચારી ત્રણ કર્મચારીઓની કામગીરી કરી રહેલા જોવા મળે છે. અમુક કર્મચારીઓ કામનાં ભારણ તળે સમયસર ઘરે પણ જઇ શકતા નથી.

 

જિલ્લાનાં કેટલા મતદાન મથકોનો વધારો થયો ?

બેઠક2012માં બુથની સંખ્યા2017માં બુથની સંખ્યા બુથનો વધારો
ધારી-બગસરા24927425
અમરેલી-વડીયા28630418
લાઠી-બાબરા22024020
સાવરકુંડલા-લીલીયા25829537
રાજુલા-જાફરાબાદ25730245
કુલ12701415145

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો