તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલાઃ અધિકારીઓનાં ત્રાસથી કંપનીની મહિલા કર્મીઓનાં રાજીનામા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજુલાઃ જાફરાબાદ તાબાના લુણસાપુર ગામે આવેલ સીન્ટેક્ષ કંપની કોઇના કોઇ વિવાદમા રહે છે. અહી એપ્રેન્ટીસ યુવક યુવતીઓને છ માસ માટે લેવામા આવે છે અને બાદમા પાંચ માસ થાય ત્યાં જ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ત્રાસ આપી ફરજમાથી છુટા કરી દેવામા આવી રહ્યાં હોવાનુ સામે આવ્યું છે.
એપ્રેન્ટીસ પુર્ણ થાય તે પહેલા જ છુટા કરી દેવામા આવે છે

લુણસાપુરમા આવેલ સીન્ટેક્ષ કંપનીના જીનીંગ પ્લાન્ટમા એપ્રેન્ટીસમા લેવામા આવતા યુવક યુવતીઓને એપ્રેન્ટીસ પુર્ણ થાય તે પહેલા જ છુટા કરી દેવામા આવી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં જ અહી બે યુવતીઓએ અધિકારીઓ અને કર્મચારીઓના ત્રાસથી રાજીનામા આપવાની ફરજ પડી છે.

સીન્ટેક્ષ કંપની આમપણ કોઇના કોઇ વિવાદમા સપડાયેલી જ રહે છે. કંપની દ્વારા આ વિસ્તારમા ગૌચર, સરકારી પડતર જમીન પર દબાણ, સ્થાનિક બેરોજગારોને રોજગારીથી વંચિત રાખવામા આવી રહ્યાં છે. યુવતીઓને એપ્રેન્ટીસમા ચાર દિવસ જ બાકી હોય ત્યાં જ કર્મચારીઓ અને અધિકારીઓએ ત્રાસ ગુજારતા રાજીનામા આપવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર મહિલા સશકિતકરણ બાબતે અનેક કાર્યક્રમો કરે છે ત્યારે સીન્ટેક્ષ કંપનીના અધિકારીઓ કે કર્મચારીઓ આવા કાર્યક્રમને સાર્થક થવા દેતા ન હોય તેમ જોવા મળી રહ્યું છે.

મહિલા સશક્તિકરણની માત્ર વાતો
એપ્રેન્ટીસ પુર્ણ થાય તે પહેલા જ છુટા કરી દેવામા આવી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં જ અહી બે યુવતીઓએ અધિકારીઓ અને કર્મચારીઓના ત્રાસથી રાજીનામા આપવાની ફરજ પડી છે. સરકાર મહિલા સશકિતકરણ બાબતે અનેક કાર્યક્રમો કરે છે ત્યારે સીન્ટેક્ષ કંપનીના અધિકારીઓ કે કર્મચારીઓ આવા કાર્યક્રમને સાર્થક થવા દેતા ન હોય તેમ જોવા મળી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો