બ્રાઝીલનું અર્થતંત્ર ગાય આધારિત: મોરારી બાપુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા: રાજુલામા વોરા ભગવાનદાસ ગોકળદાસ સ્થાપિત શ્રી રાજુલા ગૌશાળા 1945મા ભાવનગર નરેશ શ્રી કૃષ્ણકુમારસિંહજીના સહયોગથી સ્થપાયેલ ગૌશાળાનુ નવિનિકરણ કરી ગૌધામ તરીકે વિકસાવવાના સંકલ્પ સાકાર કરવાના કાર્યક્રમમા પુ. મોરારીબાપુએ બોલતા જણાવ્યું હતુ કે બ્રાઝીલનુ અર્થતંત્ર ગાય આધારિત છે. 

રાજુલામા 72 વર્ષ પહેલા ભાવનગર મહારાજે ગૌશાળાની સ્થાપના કરી હતી. અહી વર્ષોથી અવિરત ગાયોની નિભાવણી કરવામા આવી રહી છે. મુખ્ય દાતા અનીલભાઇ મહેતા દ્વારા ગૌશાળાને ગૌધામ તરીકે વિકસાવવાનો સંકલ્પ લેવાયો છે. અહી કરોડોના ખર્ચે ગૌશાળાનુ નવિનિકરણ કરાશે. ગૌધામના ખાતમુહુર્ત પ્રસંગે પુ. મોરારીબાપુએ બોલતા જણાવ્યું હતુ કે ગાયોની આંખમા કરૂણા હોય છે જેથી તે ગાયમાતા કહેવાય છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે મે 10 ગાયોને થોડા સમય પહેલા જ મોકલી હતી અને પીએમ હાઉસમા પણ ન હોય તો હું મોકલીશ. અહી બાપુએ દાતાઓ અને દાન આવે પરંતુ શહેરીજનોને પણ સહકાર આપવા ટકોર કરી હતી. 

આ પ્રસંગે મુખ્ય દાતા મહેતાએ જણાવ્યું હતુ કે આ વિસ્તારમા હજી એક આધુનિક હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. અહીના મનુભાઇ ધાખડાએ હોસ્પિટલ માટે પાંચ વિઘા જમીનનુ દાન આપવા પણ જાહેરાત કરી હતી. અહી માજી મુખ્ય સચિવ પી.કે.લહેરીએ ગાયના પુજનનુ મહત્વ સમજાવ્યું હતુ. 
અન્ય સમાચારો પણ છે...