તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી પાલિકાએ નળ કનેકશન આપ્યા, પણ પાણી ન પહોંચ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: અમરેલીમાં આવેલ અક્ષરપાર્ક સોસાયટીમાં  કુલ 97 મકાન આવ્યા છે. જેમાં દરેક બ્લોકમાં નગરપાલીકા હસ્તકના પાણીના નળ કનેકશન આવ્યા છે. પણ નગરપાલીકા દ્વારા અહિ સોસાયટીમાં પાણી પહોચતું નથી. જે કારણે સોસાયટીમાં રહેતા લોકોને બહારથી પાણી મંગાવવુ પડે છે અને ફરિજીયાત ડીપવેલનું પાણી પીવુ પડે છે. આ પાણીથી અહીના રહીશોનું સ્વાસ્થ્ય વારંવાર બગડે છે. જેથી આજે ચિફઓફીસરને લેખીત રજુઆત કરવામાં આવી હતી.

97 મકાનનાં રહિશોએ આવેદન પાઠવી કરી ઉગ્ર રજુઆત

અમરેલીમાં આવેલ અક્ષરપાર્ક સોસાયટીમાં આવેલ હનુમાનપરા રોડ શેરી નં.6માં રહેતા લોકોને નગરપાલીકામાંથી આવતુ પાણી મળતુ નથી અહી સોસાયટીમાં કુલ 97 મકાનો આવેલ છે. આ દરેક લોકોને બહારથી પાણી મંગાવવુ પડે છે. જેથી બહારથી આવતુ પાણી ડીપવેલનું હોવાથી આ પાણીના કારણે અહીના રહશોનું સ્વાસ્થ્ય વારંવાર બગડી જાય છે. અહીના રહીશોના કહેવા પ્રમાણે પાણીની અછત હોવાથી ખુબજ પાણી વાપરવામાં ધ્યાન રાખવુ પડે છે.

આગામી દિવસોમાં ઉનાળો આવવાથી પાણીની પણ વધારે જરૂર પડશે અને પાણીની અછત થતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેથી અહીના રહશોએ લેખીત અરજી આપીને રજુઆત કરી છે કે સુધરાઇ હસ્તકની પાણીની પાઇપ લાઇનમાં જે કઇ સમસ્યા હોય તે દુર કરીને અહીના રહીશોને પુરતા પ્રમાણમાં પાણી મળે તેની વ્યવસ્થા થવી જોઇએ.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો