તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનવીરની દબંગાઇઃ આચાર્યને ધોકાવાળી અનો પોલીસવાળાને લાફો માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાઃ સુરતના ઉદ્યોગપતિ અને બાબરાના ઈંગોરાળાના વતની પૈસાના નશામાં બે દિવસમાં બે સરકારી કર્મીઓ પર હુમલો કરી માર મારવાના ગુન્હામાં પોલીસે લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા હતા. શનિવારે પ્રાથમિક શાળાના આચાર્યને હોકી બેઝબોલના ધોકાથી ધોકાવાળી કરનાર દબંગ દાનવીરે બાબરા પી.એસ.આઈ.ને લાફો મારતા પોલીસે આગવી ઢબે સરભરા કરીને ગુન્હો નોંધાતા ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઉદ્યોગપતિ પોલીસ કર્મીને લાફો મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.


સુરતના ઉદ્યોગપતિએ પોલીસે માર્યો લાફો
બાબરાના ઈંગોરાળાના વતની અને જળક્રાંતિના પ્રેણતા બનેલા સુરતના ઉદ્યોગપતિ જે.પી.ઠેસીયાએ બાબરા તાલુકામાં ટૂંકા સમય માં સ્વ.ખર્ચે કરોડો રૂપિયાના ડેમો બનાવ્યા અને બાબરા તાલુકા સહિત અમરેલી જિલ્લામાં રીવરમેન તરીકે ખ્યાતી પામી. જે.પી.ઠેસીયા છેલ્લા બે દિવસથી દબંગાઈ પર ઉતારી આવ્યા છે ગઈકાલે દાનમાં આપેલી મિલકત પર સરકારી પ્રાથમિક શાળા પર જઈને આચાર્ય મનસુખ ગોહિલને હોકી અને બેઝબોલના ધોકાથી ધોલાઇ કરી નાખતા દબંગ દાનવીર પર પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

દબંગ દાનવીરે પોલીસને નિશાને લઈને માર માર્યો

ફરિયાદ નોંધાયા બાદ બાબરા પોલીસ આજે પંચનામું કરવા ગઈ ત્યારે ફરી આ દબંગ દાનવીરએ પોલીસ પર રોફ જમાવ્યો હતો અને પોલીસ સાથે માથાકૂટ કરીને બાબરાના પી.એસ.આઈ.રામાવતને ગાલ પર બે લાફા મારેલો અને બે પોલીસ કર્મીને પણ માર મારતા મામલો બીચક્યો હતો અને પોલીસે ત્રીજું નેત્ર ખોલીને દબંગ દાનવીરની શાન ઠેકાણે લાવી દીધી હતી. ઈંગોરાળા પ્રાથમિક શાળાના આચાર્ય મનસુખ ગોહિલે આ ઘટના બાદ આજે દબંગ દાનવીરે પોલીસને નિશાને લઈને માર માર્યો અને ફરજમાં અવરોધ કર્યાના સાક્ષી બનેલા આચાર્યએ ઉદ્યોગપતિની સ્પષ્ટતા કરી હતી.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, સુરતના ઉદ્યોગપતિ પોલીસને માર મારતા પોલીસ સ્ટેશનના લોકઅપમાં અફસોસ વ્યક્ત કરી રહ્યા છે

તસવીરો - જયદેવ વરુ, રાજુલા


અન્ય સમાચારો પણ છે...