તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા: CMની ભાજપ કાર્યકર્તાઓને ટકોર, પાંચેય બેઠક પર વિજય મળવો જોઇએ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(જિલ્લાનાં કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીનું ફુલહારથી સ્વાગત કર્યું )
 
બાબરા: અમરેલી જીલ્લા ભાજપ માંથી બાબરા, લાઠી, દામનગર, અને ચલાલા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ ગાંધીનગરની મુલાકાત કરી હતી. અહીં કાર્યકર્તાઓએ વિધાસભાની કામગીરી પણ નિહાળી હતી. આ સિવાય અક્ષરધામની પણ મુલાકત લીધી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાના માર્ગદર્શન હેઠળ આયોજીત આ પ્રવાસમાં મયુરભાઈ હિરપરા સહિતના જિલ્લા ભાજપના અગ્રિણીઓ પણ આ પ્રવાસ સાથે જોડાયા હતા. 
 
અમરેલી જિલ્લાની પાંચેય બેઠકોમાં ભાજપે વિજય પ્રાપ્ત કરવો પડશે
 
તમામ આગેવાનો અને કાર્યકર્તાઓનું સ્વાગત સાવરકુંડલાના ધારાસભ્ય અને કૃષીમંત્રી વી.વી.વઘાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને ટકોર કરતા જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં અમરેલી જિલ્લાની પાંચેય બેઠકોમાં ભાજપે વિજય પ્રાપ્ત કરવો પડશે. સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં ભાજપનો ભગવો લહેરાશે. ત્યારે અમરેલી જીલ્લો પાછળ રહે તે કેમ ચાલે તેવું જણાવી દરેક કાર્યકર્તાઓ અત્યારથી જ કામે લાગી જાય તેવું અંતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ તકે બાબરા તાલુકાનાં ભાજપ અગ્રણી બીપીન રાદડીયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો