તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરામાં મહારાષ્ટ્રનાં વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાબરા: બાબરા તાલુકાના જાંબરવાળા ગામે ગઇ કાલે મહારાષ્ટ્રના વેપારીઓએ કપાસના તોલમાપમાં ગેરરીતી આચરી ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠતા માર્કેટિંગ યાર્ડ અને પોલીસ હરકતમાં આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાબરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીવાજીભાઈ રાઠોડ દ્વારા તાત્કાલિક અસરથી બાબરા તાલુકામાં મહારાષ્ટ્રના કોઈ પણ વેપારીને કપાસની ખરીદી કરવામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના વેપારીઓને તાલુકામાંથી ખરીદી કરવા પ્રતિબંધ

આ બાબતે યાર્ડ સેક્રેટરી અજયભાઈ પંડ્યાએ જણાવ્યું છે કે જાંબરવાળા ગામના અને છેતરપિંડીનો ભોગ બનનાર ખેડૂત ભરતભાઈ જેઠાભાઈ રાઠોડે લેખિતમાં ફરિયાદ આપેલી છે જે અનુસંધાને કાર્યવાહી કરી છે.મહારાષ્ટ્રના વેપારીના જોખેલા કપાસ પણ યાર્ડમાં ઉતારી દેવામાં આવ્યો છે. હવે આ ફ્રોડ વેપારીએ બાબરા તાલુકામાંથી ક્યાં ગામ અને કેટલા ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરેલી છે તેની વિગત મેળવી તેમજ તેના વજન કાંટાનું પરીક્ષણ કરવામાં આવશે. જો તેમાં આ વેપારીઓ દોશી ઠરશે તો બઝાર ધારાની જોગવાઈ મુજબ વેપારી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો