તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા નાગરીક બેંકમાં સતાધારી પેનલનો વિજય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાબરાઃ બાબરા નાગરીક સહકારી બેંકના 11 ડીરેક્ટર પદ માટે કુલ 22 ઉમેદવારો વચ્ચે સીધો જંગ હતો. બાબરામાં ચાર દાયકાથી આ બેંક કાર્યરત છે. જો કે બે પેનલ વચ્ચે રસાકસીપૂર્ણ મુકાબલો થયો હોય તેવુ પ્રથમ વખત બન્યુ હતું. અહિં વર્તમાન સતાધિશોની પેનલ સામે કાકુભાઇ ચાંવ દ્વારા પરિવર્તન પેનલને મેદાનમાં ઉતારવામાં આવી હતી. ગઇકાલે સવારથી સાંજ સુધી શાંતીપૂર્ણ રીતે મતદાન યોજાયુ હતું જેમાં 53 ટકા જેટલુ મતદાન થયુ હતું. સાંજના પાંચ વાગ્યાથી મત ગણતરી શરૂ કરાઇ હતી. જે મોડી રાતના બાર વાગ્યા સુધી ચાલી હતી.
પરિણામ જાહેર થતા સતાધારી પેનલના ડો. ચૌહાણ, મનોજભાઇ જોગી, નરૂભાઇ ત્રિવેદી, બટુકભાઇ જસાણી વિગેરે સાત ડીરેક્ટરો ચુંટાઇ આવ્યા હતાં. જ્યારે હરીફ પેનલમાંથી કાકુભાઇ ચાંવ સહિત ચાર ડીરેક્ટરો ચુંટાયા હતાં. બાદમાં મધરાત્રે જ ઢોલ-નગારાના નાદ અને આતશબાજી સાથે સતાધિશ પેનલ દ્વારા વિજયની ઉજવણી કરાઇ હતી. નાગરીક બેંકની ચુંટણીમાં ડો. કે.એચ. ચૌહાણ હુકમનો એક્કો સાબીત થયા હતાં. છેલ્લા ત્રણેય દાયકાથી તેઓ નાગરીક બેંકના સંચાલન અને વિકાસમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવી રહ્યા છે. જેને પગલે બેંકના સભાસદોએ ફરી તેના પર વિશ્વાસ મુક્યો હતો.
કોણ કોણ ચૂંટાયું

બેંકના ડીરેક્ટર તરીકે મનોજભાઇ જોગી, ડો. કે.એચ. ચૌહાણ, સી.સી. રાજપોપટ, બટુકભાઇ જસાણી, નરૂભાઇ ત્રિવેદી, કાકુભાઇ ચાંવ, મનુભાઇ શેલીયા, હિતેષભાઇ દેસાઇ, વસંતભાઇ તેરૈયા, દિપકભાઇ પોપટ અને પ્રમોદભાઇ રૂપારેલીયા ચુંટાઇ આવ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો