તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં લોકોને ગરમીથી બચવા માટે પ્રશાસન દ્વારા જાગૃતા અભિયાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી: અમરેલી જીલ્લામાં ઉનાળાની શરુઆત થઈ ગઈ છે ત્યારે લોકોને ગરમીથી બચવા માટે પ્રશાસન દ્વારા જાગૃતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને ગરમીથી બચવાના ઉપાય અને પાણીની માત્રા વિશે સમજણ આપવામાં આવી હતી.

અમરેલી જીલ્લાના સાવરકુંડલામાં આજે તંત્ર દ્વારા 108ની ટીમની મદદથી બપોરના સમયે લોકોને ગરમીથી કેમ બચવી તેની માહિતી આપી સાથે ગ્લુકોઝનુ પાણી પણ આપવામાં આવ્યું. એકસો આઠની ટીમના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા ગરમીમાં શુ કરવુ, કેટલુ પાણી પીવુ જોઈએ તેની માહિતી પણ અપાઈ હતી. લોકો પણ લગભગ ચાર માસ બાદ ઠંડીના બદલે કાળઝાળ ગરમીનો અનુભવ કરવા જઈ રહ્યાં હોઈ તેમણે પણ ગરમીથી બચવા શું કરવુ તેની માહિતી ઉત્સાહભેર લીધી હતી.

લોકોને ગરમીથી બચવાના ઉપાય સુચવવા

તો અમરેલી જીલ્લા ડોક્ટરની ટીમ દ્વારા આ આયોજન કરવામાં આવ્યુ હતુ. આશય હતો લોકોને ગરમીથી બચવાના ઉપાય સુચવવા જેથી કરી હીટ વેવથી બચી શકાય. - મહેબુબભાઈ સ્થાનીક, સાવરકુંડલા

ગરમીનો પારો 40 ડીગ્રીને ક્રોસ કરી જશે

હજુ તો ઉનાળાની શરુઆત છે. હજુ જોઈએ તેવી લુ ફેંકાઈ નથી પરંતુ આગામી સમયમાં અચાકન ગરમીનો પારો 40 ડીગ્રીને ક્રોસ કરી જશે. તેવા સમયે લોકોએ શું કરવુ તેની સમજણ તંત્ર દ્વારા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. - ચેતન ગાધે 108 પ્રશાસક, અમરેલી
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો