તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલામાં યુવકના માથામાં કુહાડીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ, થયું બ્રેઈન હેમરેજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીઃ રાત્રે બાઇક પર જઇ રહેલા કોળી યુવાન પર ખુની હુમલાની આ ઘટના ખેરા-ચાંચ બંદર વચ્ચે બની હતી. ખેરાની સીમમાં રહેતા નોંઘણભાઇ નાથાભાઇ ગુજરીયાનો 22 વર્ષનો પુત્ર કનુ મોટર સાયકલ લઇ ચાંચ બંદર જવા માટે નિકળ્યો હતો. આ દરમીયાન તેણે બાઇક પાછળ ખેરા ગામના જ કમલેશ લક્ષ્મણ ગુજરીયા નામના કોળી યુવકને બેસાડ્યો હતો અને બન્ને ચાંચ પહોંચે તે પહેલા કનુ પર હુમલાની ઘટના બની હતી.
જેને બાઇક પાછળ બેસાડ્યો હતો તે યુવાને જ શૈતાન બની કર્યો હુમલો, યુવાનની હાલત ગંભીર
બાઇકની પાછળ બેઠેલા કમલેશ લક્ષ્મણભાઇ ગુજરીયાએ કોઇ અકળ કારણે કનુની હત્યા કરી નાખવાના ઇરાદે તેના માથામાં કુહાડીના બે ઘા ઝીંકી દીધા હતાં. જેના કારણે તે લોહી લુહાણ થઇ ગયો હતો. આ ઉપરાંત તેણે હોઠ અને દાઢી પર પણ કુહાડીના ઘા ઝીંક્યા હતા અને બાદમાં નાસી ગયો હતો. ઘાયલ યુવકને ગંભીર હાલતમાં બ્રેઇન હેમરેજ સાથે સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. યુવકના પિતા નોંઘણભાઇ નાથાભાઇ ગુજરીયાએ આ અંગે કમલેશ ગુજરીયા સામે પોતાના પુત્રની હત્યા કરવાની કોશીષ કરવા સબબ મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
અન્ય સમાચારો પણ છે...