અમરેલીમાં પાણાની ખાણથી આઠ માનવ જીંદગી હોમાઇ, પુરવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી: અમરેલીમાં આવેલા એરોડ્રામ દીવાલ પાસે આવેલી બિનઉપયોગી જીવલેણ પાણા ખાણ પૂરવા માટે પાલિકાના સદસ્ય દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં અહીં આઠ જેટલી માનવ જિંદગી પોતાનું જીવન ટૂંકાવી ચુકી છે. તેથી આ પાણા ખાણ વહેલી તકે પુરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

 

અમરેલીના એરોડ્રામ બી.આર.સી ભવન રાધિકા હોસ્પિટલ અને બ્રાહ્મણ સોસાયટી નજીક આવેલી અને જીવલેણ બનેલ પાણાખાણ પહેલાં વરસાદી પાણીથી છલકાતી ઉપરના પાણીમાં વધારો કરતી હતી. પરંતુ હાલ લાંબા સમયથી આ પાણા ખાણમાં વિધાસભાની હોસ્ટેલનું મળમૂત્ર વાળું ગંદુ પાણી ઠલવાતું હોવાથી અતિ દૂષિત બનેલ ગંદુ પાણી જમીનમાં તળમાં જવાથી તળના પાણી ખરાબ થવા લાગ્યાં છે. તેમ જ અહીંથી પસાર થતો જાહેર રસ્તો ઉપરથી નિકળતા રાહદારીઓને ભયંકર દુર્ગંધનો સામનો કરવો પડે છે.

 

આ દુર્ગંધ છેક સોસાયટી સુધી વિસ્તારના જનઆરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થયો છે.બિનજરૂરી વિશાળ પાણાખાણમાં અત્યાર સુધીમાં આઠ જેટલી માનવ જિંદગી હોમાઇ ચૂકી છે. તેથી જીવલેણ અને જનઆરોગ્ય માટે ખતરારૂપ બનેલ પાણા ખાણ બુરી દેવા માટે વોર્ડ નંબર-૩ ના સદસ્યો હરપાલ ધાધલ સમીર જાની રોહિતે ઘંટીવાળા સહિતનાઓ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી પણ હજુ સુધી તેના પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. 

અન્ય સમાચારો પણ છે...