તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેલડી માતાજીનાં મંદિરે ચાલતી પશુબલી, બાતમી મળતાં જ અટકાવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા: બાબરાના નિલવડા રોડ પર આવેલ તળાવવાળી મેલડીમાંના મંદિરે પશુબલી થતી હોવાની ચોક્કસ બાતમી મળતા મામલતદાર ચિંતન વૈષ્ણવ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. પશુબલી કરનાર લોકોને ઝડપી પોલીસને હવાલે કરી યોગ્ય કાર્યવાહી કરવામા આવી હતી.
 
મામલતદાર ચિંતન વૈષ્ણવે જણાવ્યું હતું કે બાબરામાંથી બ્રહ્મસમાજના પ્રમુખ અરુભાઈ શુક્લ, પેન્શનર મંડળના પ્રમુખ બોરિચાભાઈ, નિવૃત શિક્ષક છગનભાઇ બારૈયા, ડો રમેશભાઈ દેશાની તેમજ જય જલારામ ટ્રસ્ટના પ્રમુખ તેમજ બાબરા પાંજરાપોળ,મનસુખભાઇ કારીયા સહિતના લોકો અને સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવા આવતા મેલડી માતાજીના મંદિરના મહતને બોલાવી જરૂરી સૂચના આપવામાં આવેલ હતી.
 
જોકે અહીં પશુબલી થતી હોય પણ કોઈ મહતને ગાંઠતા ન હોવાની રજૂઆત મામલતદારને કરવા માં આવી હતી. ત્યારે આજે સાંજે મંદિરમાં મહુવાથી ધીરુભાઈ વાળા પોતાના પરિવાર સાથે સંતાન પ્રાપ્તિ માટે બોકડાનું બલી કરી તેનું ભોજન આરોગતા હોવાની જાણ અહીંના મહત ધ્રુવ શાસ્ત્રી મહારાજ દ્વારા મામલતદાર ચિંતન વૈષ્ણવને કરવામાં આવતા તેઓ  સ્ટાફ સાથે રેડ કરી આબાદ ઝડપી લીધા હતા. બાદમાં બાબરા પોલીસને બોલાવી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
 
હવે પશુબલી થશે તો કાર્યવાહી આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...