રણજી ટીમમાં સ્થાન ના મળેલ અમરેલીનો વતની યુવાન કતારની વર્લ્ડ કપ લીગમાં ઝળક્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: અમરેલીનો ધર્માંગ હસમુખભાઇ સોજીત્રા હાલમા કતારની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમા રમી રહ્યો છે. કતાર વતી સાઉથ આફ્રિકામા રમાઇ રહેલી આઇસીસી ક્રિકેટ વર્લ્ડ લીગમા આજે કેમેન આઇલેન્ડ સામેની મેચમા તેણે 93 રન ફટકાર્યા હતા. કતાર વતી આ યુવા ખેલાડી આજે ત્રીજી મેચ રમ્યો હતો. 

ધર્માંગ હસમુખભાઇ સોજીત્રા (પટેલ) મુળ અમરેલીનો વતની છે. તેનો પરિવાર અમરેલીમા રહે છે જો કે તેના પિતા વર્ષોથી કતારમા સ્થાયી થયા છે. હસમુખભાઇ સોજીત્રા 37 વર્ષથી કતારમા રહે છે. અગાઉ સરકારી કંપનીમા નોકરી કરતા હતા હાલમા ખાનગી કંપનીમા કામ કરે છે. તેમનો પુત્ર થોડા સમય પહેલા અમરેલીથી તેના પિતા સાથે કતાર સ્થાયી થયો છે. 

રણજી ટીમમાં ભલે સ્થાન ન મળ્યું પણ કતાર વતી કેમેન આઇલેન્ડ સામે 94 રન ફટકાર્યા

અમરેલીમા રહેતા તેના કાકા અને યાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રાએ જણાવ્યું હતુ કે ધર્માંગમા નાનપણથી જ ક્રિકેટ પ્રત્યેની રૂચિ જોવા મળતી હતી. આજે તેણે પોતાની કાબેલિયત સાબિત કરી હતી. કેમેન આઇલેન્ડ સામેની મેચમા માત્ર 76 બોલમા 93 રન ફટકાર્યા હતા અને રનઆઉટ થતા સદી ચુકી ગયો હતો. જો કે કતારની ટીમે 343-7નો વિશાળ સ્કોર ખડકયો હતો. કતારના 10 મુસ્લિમ ખેલાડી સાથે ધર્માંગ એકમાત્ર ભારતીય મુળનો ખેલાડી છે. 

રાજકોટમા કર્યો છે એન્જીનીયરીંગનો અભ્યાસ

ધર્માંગ સોજીત્રાએ એન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ કર્યો છે તેનો અભ્યાસ અમરેલી અને રાજકોટમા થયો હતો જો કે હવે તે તેના પિતા સાથે કતારમા સ્થાયી થયો છે. 
અન્ય સમાચારો પણ છે...