તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી: વણોટમાં સુતેલા ખેડૂત પર હુમલો, અજાણ્યા શખ્સોનો કુહાડી ઘા માર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી: સાવરકુંડલા તાલુકાના વણોટ ગામના પ્રજાપતી આધેડ ગઇમધરાત્રે પોતાની વાડીએ સુતા હતા ત્યારે અજાણ્યા હિન્દીભાષી શખ્સે ધસી આવી માથામાં કુહાડીનો ઘા મારી પૈસા માંગતા અને ગામના જ અન્ય બે શખ્સોએ માર મારતા તેણે સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

પૈસા કાઢી આપવાનું કહી માથામાં પણ કુહાડીનો ઘા માર્યા

પ્રજાપતિ ખેડૂત પર હુમલાની આ ઘટના ગઇમધરાત્રે અઢી થી ત્રણ વાગ્યાના સમયગાળા દરમીયાન બની હતી. સાવરકુંડલા તાલુકાના વણોટ ગામના નાગજીભાઇ વાઘજીભાઇ જીકાદ્રા નામના ખેડૂત પોતાની વાડીએ સુતા હતા ત્યારે હિન્દીમાં બોલતો એક અજાણ્યો શખ્સ ઉપરાંત હિંમત મનજી અને હરેશ માવજી નામના શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો. અજાણ્યા શખ્સે સૌ પ્રથમ મધરાત્રે વાડીમાં ઘુસી આવી કુહાડીનો ઘા સાથળ પર માર્યો હતો અને પૈસા કાઢી આપવાનું કહી માથામાં પણ કુહાડીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી.

અમારા ભાગીયાને કેમ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો

તેઓ ત્યાંથી ગામ તરફ દોડીને ભાગી ગયા હતાં. તેઓ ગામના ઝાપા પાસે પહોંચ્યા ત્યારે હિંમત મનજી અને હરેશ માવજી નામના શખ્સો ત્યાં મળ્યા હતા અને અમારા ભાગીયાને કેમ ગાળો આપે છે તેમ કહી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. જેને પગલે તેણે ત્રણેય સામે સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ પીએસઆઇ યુ.જી. શાહ ચલાવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો