અમરેલી એસટી ડિવીઝનનાં 1300 રૂટની બસોનાં પૈડા મધરાતથી થંભી જશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 અમરેલીઃ સમગ્ર ગુજરાતમાં એસટીના કર્મચારીઓ દ્વારા આગામી 15મી અને 16મી તારીખે બે દિવસીય હડતાલનું આયોજન કરાયુ છે ત્યારે અમરેલી જીલ્લાના ત્રણેય કર્મચારી યુનિયનના 1600 કર્મચારીઓ પણ મધરાતથી જ હડતાલ પર ઉતરી જશે. બીજી તરફ ધો. 10 અને 12ની પરીક્ષા આપનાર ગ્રામ્ય વિસ્તારના છાત્રોના વાલીઓ આ મુદે ચિંતીત નઝરે પડયા હતાં. અમરેલી એસટી ડીવીઝનના તમામ કર્મચારીઓ આજે મધરાતથી તેમની વિવિધ માંગણીઓ સબબ હડતાલ પર ઉતરી જશે.

એસટી ડીવીઝનમાં કુલ સાત ડેપો છે. જેમાં 1600 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. આ કર્મચારીઓ ભારતિય મજદુર સંઘ, મજુર મહાજન અને ઇન્ટુક જેવા જુદા જુદા કર્મચારી સંગઠનો સાથે જોડાયેલા છે. એસટી કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઇને આ ત્રણેય યુનિયનો સંગઠીત બની હાલમાં વહીવટ ચલાવી રહ્યા છે. એકાદ મહિના અગાઉ આ મુદે સરકારને આવેદનપત્રો પણ અપાયા હતાં. આ ઉપરાંત કાળી પટ્ટી ધારણ કરવી અને સુત્રોચ્ચાર જેવા આંદોલનાત્મક કાર્યક્રમો પણ કરાયા હતાં. એસટી કર્મચારીઓએ અગાઉથી જ બે દિવસીય હડતાલનું એલાન કર્યુ હતું.

સરકાર સાથે કોઇ વાત ન થઇ
આમ છતાં સરકાર સાથે સાંજ સુધી તેમની કોઇ મંત્રણા થઇ ન હતી. જેને પગલે મધરાત્રે 12 વાગ્યાથી અમરેલી જીલ્લામાં તમામ એસટી બસોના પૈડા થંભી જશે.   બોક્સ 1300 ટ્રીપ થંભી જશે અમરેલી એસટી ડીવીઝન નીચે આવતા જુદા જુદા ડેપોમાં એસટીની 1300 જેટલી ટ્રીપો દોડે છે. અમરેલી એસટી ડીવીઝનમાં દરરોજ 1.70 લાખ કીલો મીટર વાહનો દોડે છે. જો એસટીની આ હડતાલ રદ નહી થાય તો બે દિવસ સુધી કુલ 2600 ટ્રીપ રદ થશે.   બોક્સ સાત ડેપોમાં એક સાથે થશે હડતાલ અમરેલી એસટી ડીવીઝન નીચે અમરેલી ડેપો ઉપરાંત સાવરકુંડલા, રાજુલા, ધારી, બગસરા, કોડીનાર, ઉના સહિત સાત ડેપોમાં તમામ કર્મચારીઓ એક સાથે હડતાલ પર જશે.
અન્ય સમાચારો પણ છે...