અમરેલીમાં 10મીએ પાટીદારોનું સંમેલન : શહેરમાં સંમેલન મુદ્દે પટેલ આગેવાનોની બેઠક મળી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અનામતની માંગ સાથે રેલી કાઢી આવેદન અપાશે : દરેક તાલુકામાં પણ આંદોલન શરૂ કરવા આગેવાનોએ કમર કસી
અમરેલી : પાટીદારોને અનામતનુ આંદોલન રાજયભરમા વેગ પકડી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ પાટીદારોની મોટી વસતી છે ત્યારે આગામી 10મી તારીખે અમરેલીમા પટેલ સમાજ દ્વારા અનામતની માંગ સાથે ત્રીસ હજારથી વધુ પાટીદારોને એકઠા કરી આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આ ઉપરાંત આગામી તા. 28મીથી દરેક તાલુકામા પણ આવેદન અપાશે. આજે આ મુદ્દે પટેલ સમાજના આગેવાનોની બેઠક મળી હતી.
સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને ખાસ કરીને અમરેલી જિલ્લામા તો કુલ વસતીના પ્રમાણમાં પાટીદારોની વસતી ખુબ મોટી છે. આમપણ કોઇપણ આંદોલનના મંડાણમા આગેવાનીની અમરેલી જિલ્લાની તાસીર રહી છે. અમરેલી જિલ્લામા લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજની મોટી વસતી છે. વર્તમાન સમયે પાટીદારોને અનામતમા સમાવવા માટે લડતના મંડાણ થયા છે ત્યારે અમરેલી જિલ્લામા પણ લેઉવા અને કડવા પાટીદારોએ અનામતની માંગ સાથે લડતના મંડાણ કર્યા છે.

આજે અમરેલીમાં પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર દિનેશભાઇ બાંભરોલીયાના માર્ગદર્શન હેઠળ યુવા પાંખના કન્વીનર પ્રો. હરેશ બાવીશી, કિરીટભાઇ વામજા, એમ.કે.સાવલીયા, ભરતભાઇ હપાણી, હાર્દિકભાઇ સેંજલીયા વિગેરેની બેઠક મળી હતી. અને આ બેઠકમાં અનામતની માંગ સાથે લડત અંગે રણનિતી ઘડવામા આવી હતી. આગામી તા. 10ઓગષ્ટના રોજ અમરેલીમા પાટીદારોનુ વિશાળ સંમેલન મળશે. જેમા ત્રીસ હજારથી વધુ પાટીદારો જિલ્લાભરમાંથી ઉમટી પડશે અને અનામતની માંગ સાથેનુ આવેદન અપાશે તેમ પ્રોફેસર બાવીશીએ જણાવ્યું હતુ.
28મીથી દરેક તાલુકામાં આવેદન આપવામાં આવશે
અમરેલી જિલ્લા પાટીદાર અનામત આંદોલન સમિતીએ જણાવ્યું હતુ કે આ લડતના મંડાણ 28મી તારીખથી જ થઇ જશે અને દરરોજ એકએક તાલુકામાં સમિતી દ્વારા આવેદનપત્રો આપવામા આવશે. અને િજલ્લાભરમાં લડત મંડાણ શરૂ કરાશે.
અન્ય સમાચારો પણ છે...