અમરેલીના લોકોને એક સપ્તાહમાં જ મહુવા-સુરત ટ્રેનનો લાભ મળશે

સાંસદ કાછડીયા સહિત રાજયના 12 સાંસદો રેલમંત્રીને મળ્યાં

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Mar 29, 2017, 11:37 PM
Amreli people will benefit from in a week Mahuva to Surat train
(એક અઠવાડીયામાં ટ્રેન દોડાવવા મંજુરી આપવાની બાંહેધરી )
અમરેલી: અમરેલી જિલ્લા અને તેને સંલગ્ન રેલવે લાઇનો બ્રોડગેઇજમા પરિવર્તિત કરવા માટે સરકાર દ્વારા રૂ.2400 કરોડ જેવી માતબર રકમ કેન્દ્રની ભાજપ સરકાર તરફથી મંજુર કરાવ્યા બાદ સાંસદ નારણભાઇ કાછડીયા સહિત રાજયના 12 સાંસદોએ રેલમંત્રીને રજુઆત કરી છે જેને પગલે એક સપ્તાહમા જ મહુવા સુરત ટ્રેનનો લાભ મળતો થઇ જશે.
મહુવા સુરત એકસપ્રેસ ટ્રેન કે જે અઠવાડીયામા ફકત એક જ દિવસ ચાલે છે
અમરેલી જિલ્લાના લોકોની વર્ષો જુની માંગણી સંતોષવા મહુવા સુરત ટ્રેનને દૈનિક ચલાવી મુંબઇ સુધી લંબાવવા બાબતે લોકસભા ગૃહમા તથા રેલવે મંત્રીને અનેકવાર રૂબરૂ મળી રજુઆતો કરવામા આવી હતી અને ફરી પુન: રાજયના સાંસદો સાથે મળી મહુવા સુરત એકસપ્રેસ ટ્રેન કે જે અઠવાડીયામા ફકત એક જ દિવસ ચાલે છે તેને દૈનિક ચલાવવા રજુઆત કરવામા આવી હતી.
સુરેશ પ્રભુએ મહુવા સુરત ટ્રેનને મંજુરી આપવામા આવશે તેવી બાહેધરી આપી હતી
રેલવે મંત્રી સુરેશ પ્રભુએ મંત્રાલય દ્વારા એક જ અઠવાડીયામા કાર્યવાહી પુર્ણ કરી મહુવા સુરત ટ્રેનને મંજુરી આપવામા આવશે તેવી બાહેધરી આપી હતી. ટ્રેન શરૂ થતા અમરેલી ઉપરાંત ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ અને વાપી જિલ્લાના લોકોને રાહત થશે.

X
Amreli people will benefit from in a week Mahuva to Surat train
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App