તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી પાલિકા સફાઇ કામદારોની વિજળીક હડતાળ સાથે રોષપુર્ણ રેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીઃ ભાવનગર મહાનગરપાલિકામા ફરજ બજાવતા એક સફાઇ કર્મચારીએ આત્મહત્યા કરી લેતા આ ઘટનાને લઇને સમગ્ર રાજયમા સફાઇ કામદારોમા ઘેરા પડઘા પડયા છે ત્યારે આજરોજ અમરેલીમાં અખીલ ભારતીય સફાઇ મજદુર સંઘના નેજા તળે સફાઇ કામદારોએ બપોરબાદ વિજળીક હડતાલ પાડી અને રેલી કાઢી હતી.
ભાવનગર મહાનગરપાલિકામા સફાઇ કર્મચારીના આત્મહત્યાની ઘટનાને વખોડી કાઢી

અમરેલીમાં અખીલ ભારતીય સફાઇ મજદુર સંઘના રાષ્ટ્રીય મહાસચિવ અરવિંદભાઇ સીતાપરાની આગેવાનીમાં આજે બપોરબાદ અમરેલી નગરપાલિકાના સફાઇ કામદારો વિજળીક હડતાલ ઉપર ઉતરી ગયા હતા. ભાવનગર મહાનગરપાલિકામા અધિકારીના અત્યાચારના કારણે એક સફાઇ કર્મચારીએ આત્મહત્યા કરી લેતા અમરેલીના સફાઇ કામદારોમા આ ઘટનાના ઘેરા પડઘા પડયા હતા.

અમરેલી નગરપાલિકાના સફાઇ કામદારોએ બપોરબાદ વિજળીક હડતાલ પાડી કામથી અળગા રહ્યાં હતા. અખીલ ભારતીય સફાઇ મજદુર સંઘના રાષ્ટ્રીય મહાસચિવ અરવિંદભાઇ સીતાપરાએ જણાવ્યું હતુ કે ગઇકાલે ભાવનગરમા મહાનગરપાલિકાના સફાઇ કર્મચારીએ આત્મહત્યા કરી લીધી હતી. ભાવનગર મહાનગરપાલિકાના બેરહેમ અધિકારીએ પોતાનો અહમ પોસવા માટે કામદાર ઉપર માનસિક દબાણ લાવી તેના પાસે નિર્દય અને બળપુર્વક કામ કરાવાતા કર્મચારી મુકેશભાઇ ધનજીભાઇ ગોહિલે આત્મહત્યા કરી હતી જે દુખની બાબત છે.

અમરેલીમા સફાઇ કામદારોએ રેલી કાઢી પાલિકા પ્રમુખને પણ રજુઆત કરી હતી. જેમા જણાવાયું હતુ કે ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીના અત્યાચારના કારણે નિર્દોષ સફાઇ કર્મચારીએ આત્મહત્યા કરી લીધી છે. કર્મચારીના મૃત્યુથી તેના વૃધ્ધ માતા પિતા, પત્ની અને બાળકો નિરાધાર બન્યા છે. નિષ્ઠુર અને બેરહેમ મહાનગરપાલિકા ભાવનગરના પદાધિકારીઓ અને અધિકારીઓએ આ બનાવને ચોવીસ કલાક થવા છતા કોઇપણ ઉકેલ ન લાવતા હજુ પણ કર્મચારીનો મૃતદેહ ભાવનગર હોસ્પિટલના હવાલે છે. જેની સહાનુભુતિ માટે અમરેલી પાલિકાના તમામ સફાઇ કામદારોએ વિજળીક હડતાલ પાડી વિરોધ વ્યકત કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો