તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારી શહેરમાંથી ઝડપાયેલા નકલી દુધનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ધારાસભ્ય નલીનભાઇ કોટડીયા)
અમરેલી:ઇકો સેન્સેટીવ ઝોન, પાટીદાર અનામત આંદોલન અને પાતળાના જમીન કૌભાંડ અંગે તેમના જ પક્ષની સરકાર સામે બાંયો ચડાવનાર ધારી વિસ્તારના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ વિધાનસભામાં પાતળાની જમીન ઉપરાંત ધારીમાંથી પકડાયેલ નકલી દુધ અને પાટીદારો પર લાઠીચાર્જ કરનાર પોલીસ કર્મચારીઓ સામે પગલા સહિતનો મુદો વિધાનસભામાં ઉઠાવ્યો છે.
તાજેતરમાં ધારીમાંથી નકલી દુધનો મોટો જથ્થો ઝડપાયો હતો.
-ધારી શહેરમાંથી ઝડપાયેલા નકલી દુધનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો
-સરકાર હાર્દિકને છોડવા માંગે છે કે કેમ? પાતળાની રીસોર્ટની જમીનમાં શરત ભંગની કાર્યવાહી થશે ? વિધાનસ
ભામાં સટાસટી
આ નકલી દુધ કૌભાંડમાં અમરેલી જીલ્લાના ભાજપના જ કેટલાક મોટા નેતાઓ પણ સંડોવાયેલા હોવાનું કહેવાય છે ત્યારે ધારી વિસ્તારના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ આ મુદો વિધાનસભામાં ઉઠાવ્યો છે અને સરકારી તંત્રને દોડતુ કર્યુ છે. તેમણે પોલીસે કરેલી કાર્યવાહી અને નેતાઓ દ્વારા પોલીસને અટકવવા કરાયેલી કામગીરી અંગે સવાલ ઉઠાવી આ પ્રકરણ ભીનુ ન સંકેલાય તેવી પણ માંગ કરી હતી.
તેમણે વિધાનસભામાં એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે પોલીસને લાઠી ચાર્જ કરવાનો અને નિર્દોષ લોકોને માર મારી મિલકતોને નુકશાન પહોંચાડવાની સુચના કોણે આપી હતી. પ્રજાની માંગણીને ધ્યાને લઇ સરકાર કોઇ પગલા ભરવા માંગે છે કે કેમ ? સમાધાન કરવા માંગતી સરકારને રાજદ્રોહ અને લગાડેલી અન્ય કલમોના કેસ પાછા ખેંચવાની સતા છે કે કેમ ? સરકાર હાર્દિકને છોડવા માંગે છે કે કેમ ? વિગેરે પ્રશ્નો ઉઠાવ્યા હતાં.
તેમણે એવો સવાલ પણ વિધાનસભામાં ઉઠાવ્યો હતો કે આ વિસ્તારમાં લગાડાયેલ ઇકો સેન્સેટીવ ઝોન પાતળાના વાઇલ્ડ વુડ રીસોર્ટથી માત્ર 500 ફુટ દુર છે. તેને બાકાત રાખીને 10 કીમી વિસ્તારને કેમ તેમાં આવરી લેવાયો ? અને શરત ભંગ બાબતે કોઇ કાર્યવાહી થશે કે કેમ ? તે સવાલ પણ ઉઠાવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...