તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઠી પાસને ટોડા ગામે બસ પલટી જતા 24 મુસાફરો ઇજાગ્રસ્ત,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીઃ અમરેલીના લાઠી પાસે આવેલા લાઠીના ટોડા ગામ નજીક મોડી રાત્રે બસ પલટી જતા અકસ્માત થયો હતો. અમરેલી ભરૂચની બસ લાઠી પાસેના ગામ ટોડા પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે આ બનાવ બનવા પામ્યો હતો. જેમાં 7 લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. અકસ્માતના લીધે મુસાફરોના જીવ પડીકે બંધાય ગયા હતા. આ વર્ષે સતત ત્રીજી એસ.ટી.બસના અકસ્માતે ફરી એકવાર એસટી તંત્ર સામે સવાલ ઉભા કર્યા છે.
આ બસ અમરેલીથી ભરૂચ પરના રૂટની હતી. મોડી રાત્રે અકસ્માત થતા 7 લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. જ્યારે અન્ય 24 મુસાફરોને સામાન્ય ઇજા થવા પામી હતી. સામાન્ય ઇજા પામેલા મુસાફરોને સુરક્ષિત ખેસડવામાં આવ્યા, અકસ્માત થતા આસપાસના વિસ્તારનો લોકો એકઠા થઇ ગયા હતા જ્યારે 108 તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચતા પ્રાથમિક સારવાર શરૂ દેવામાં આવી હતી. અકસ્મતાના પગલે તુરંત એસટી તંત્રને જાણ કરવામાં આવી હતી તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને રાહત કામ શરૂ કરી દીધું હતુ.
તસવીરઃ જયદેવ વરૂ
વધુ તસવીરો જુઓ આગળની સ્લાઇડમાં
અન્ય સમાચારો પણ છે...