તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીઃ ખોડીયાર ડેમની પાઇપ લાઇન મુદે લોકોની આંદોલનની ચિમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીઃ ધારી નજીક આવેલો ખોડીયાર ડેમ અમરેલી શહેરની સવા લાખની જનતાને પીવાના પાણી માટે જીવાદોરી સમાન છે. ડેમથી અમરેલી સુધી 42 કીમીની પાઇપ લાઇન માટે ત્રણ વર્ષ પહેલા 24 કરોડની રકમ મંજુર કરવામાં આવી હતી. આ 42 કીમીમાંથી 37 કીમીની પાઇપ લાઇનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે. માત્ર ખોડીયાર ડેમ પાસે આવેલી રીઝર્વ ફોરેસ્ટની 4.5 કીમી પાઇપ લાઇન બીછાવવા માટે હજુ સુધી મંજુરી મળી નથી. પાલીકાના સતાધિશો દ્વારા છેલ્લા દોઢ વર્ષથી આ માટે વારંવાર રજુઆતો કરાઇ રહી છે. પરંતુ વનતંત્ર દ્વારા મંજુરી અપાતી નથી. હાલમાં અમરેલી જીલ્લામાં અપુરતો વરસાદ છે.
ખોડીયાર ડેમથી અમરેલી સુધી પાણી પહોંચાડવા માત્ર સાડા ચાર કીમીનું કામ વનતંત્રની આડોડાઇથી ઠપ્પ

અમરેલી નજીક આવેલા વડી અને ઠેબી ડેમમાં પણ પાણીનો નહીવત જથ્થો છે. મહિ પાઇપ લાઇન યોજનાનું પાણી પુરતુ મળતુ નથી. જેના પગલે અત્યારે પણ શહેરના લોકોને પાંચ થી છ દિવસે એક વખત પાણી મળે છે. અહિંનો કામનાથ ડેમ પણ તળીયાઝાટક છે. ત્યારે જો વનતંત્ર દ્વારા મંજુરી અપાય તો પાલીકા ગણતરીના દિવસોમાં જ પાઇપ લાઇનનું કામ પુરૂ કરી ખોડીયાર ડેમનું પાણી અમરેલી પહોંચાડી શકે તેમ છે. અમરેલી નગરપાલીકાના પ્રમુખ અલ્કાબેન ગોંડલીયાએ આજે જીલ્લા કલેક્ટરને લેખીતમાં જો 19મી તારીખ સુધીમાં વનતંત્ર મંજુરી નહી આપે તો અહિંના નાના બસસ્ટેન્ડ ચોકમાં ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પાણી સમસ્યા અંગે ધારાસભ્યની બેઠક
પાલીકા પ્રમુખ અલ્કાબેન ગોંડલીયાએ ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી અને શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રા સાથે પણ બેઠક કરી હાલના સમયમાં અને આવનારા સમયમાં ઉભી થનારી પાણીની સ્થિતી અંગે ચર્ચા વિચારણા કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો