તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંદોબસ્ત વચ્ચે અમરેલી સજ્જડ બંધ, કલેકટરના હુકમ બાદ એસટી સેવા ફરી શરૂ થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીઃ ઉનાના સમઢીયાળામાં કહેવાતા ગૌપ્રેમીઓ દ્વારા દલીત યુવાનો પર આચરવામાં આવેલા અમાનુષી અત્યાચારના વિરોધમાં દલીત પેન્થર સમાજ સહિતના સંગઠનો દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને પગલે આજે અમરેલી શહેર સહિત જીલ્લાભરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. અમરેલીની બજારો આખો દિવસ બંધ રહી હતી. ધારી, લાઠી, બાબરા, ચલાલા, વડીયા સહિતના શહેરો બંધ રહ્યા હતાં. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવાયો હતો. જેથી ગઇકાલ જેવી કોઇ હિંસક ઘટના બની ન હતી. એસટી સહિતનો મોટાભાગનો વાહન વ્યવહાર આજે પણ ખોરવાયેલો રહ્યો હતો.

અમરેલી શહેરમાં ગઇકાલે દલીતોની રેલી હિંસક બન્યા બાદ ભારે અજંપાભરી સ્થિતી છવાઇ ગઇ હતી. ન્યાયની માંગ સાથે નિકળેલા ટોળાએ ઠેકઠેકાણે પત્થરમારો કરી નુકશાન કર્યુ હતું. એસટી બસોના કાચ ફોડ્યા હતાં. એટલુ જ નહી પોલીસ પર પણ પત્થરમારો કરતા એલસીબીના હેડ કોન્સ્ટેબલ પંકજભાઇ અમરેલીયાનું મોત થયુ હતું. જ્યારે એસપી સહિત પાંચને ઇજા પહોંચી હતી. સામાપક્ષે પોલીસના લાઠીચાર્જમાં 20 થી વધુ દલીત ઘવાયા હતાં. ત્યારબાદ આજે બુધવારે પણ બંધનુ એલાન અપાયુ હોય જીલ્લાભરમાં અગાઉથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આજે સવારથી જ અમરેલી શહેર સજ્જડ બંધ રહ્યુ હતું. શહેરમાં ખુણે ખાચરે છુટ્ટક-છુટ્ટક દુકાનો ખુલ્લી હતી. પરંતુ એકંદરે શહેરની તમામ બજારો સજ્જડ બંધ હતી. ગઇકાલના અનુભવને પગલે વેપારીઓમાં ફફડાટ હતો અને કાલની જેમ ફરી પત્થરમારા જેવી ઘટનાનો સામનો કરવો પડે તેના કરતા વેપારીઓએ બંધ પાળવાનું જ વધુ ઉચિત સમજ્યુ હતું. શહેરની મુખ્ય બજારોની સાથે સાથે શાકમાર્કેટ અને પાન-બીડીના ગલ્લા પણ બંધ જોવા મળ્યા હતાં. શહેરના મહત્વના પોઇન્ટ પર સઘન પોલીસ બંદોબસ્ત રખાયો હતો. આજે સતત બીજા દિવસે પણ અમરેલી જીલ્લામાં એસટી વ્યવહાર ખોરવાયેલો રહ્યો હતો. બંધના એલાનને પગલે ટોળાઓ એસટી બસોને નિશાન બનાવતા હોય અને ગઇકાલે પણ આઠ બસોને નુકશાન કર્યુ હોય આજે તમામ બસોને ડેપોમાં જ ખડકી દેવાઇ હતી.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો