તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં કોંગ્રેસે કર્યો ચક્કાજામ, 20થી વધુ આગેવાનોની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી: કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી લદાયા બાદ દેશભરમાં વિપક્ષો દ્વારા આંદોલનો થઇ રહ્યા છે. અમરેલીમાં કોંગ્રેસ દ્વારા એક સપ્તાહથી આંદોલન ચાલી રહ્યુ છે. જેના ભાગરૂપે આજે અમરેલીના નાના બસસ્ટેન્ડ ચોકમાં કોંગી આગેવાનોએ ચક્કાજામ આંદોલન કર્યુ હતું. પોલીસ દ્વારા 20થી વધુ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં મુક્ત કરી દેવાયા હતાં. અહિં નાના બસસ્ટેન્ડ નજીક કોંગ્રેસી આગેવાનોએ સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતાં.

અગાઉથી કરાયેલી જાહેરાત મુજબ આજે પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુમ્મર, ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઇ કાનાબાર, નગરપાલીકાના પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા વિગેરેની આગેવાની નીચે કોંગી આગેવાનો નાગનાથ સર્કલ અને નાના બસસ્ટેન્ડ ચોકમાં પહોંચ્યા હતાં. જો કે કોંગ્રેસનો કાર્યક્રમ અગાઉથી જાહેર થયેલો હોય અહીંથી પહેલેથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને કોંગી આગેવાનોએ વાહનો અટકાવતા જ 20 કરતા વધુ આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. અટકાયત કરાયેલા તમામ આગેવાનોને બાદમાં પોલીસ મથકે લઇ જવાયા હતાં અને અંતે મુક્ત કરી દેવાયા હતાં.
અન્ય સમાચારો પણ છે...