ખપ પુરતા વરસાદ બાદ બાબરા પંથકમાં ખેડુતો વાવણી, નિંદામણમાં વ્યસ્ત બન્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા: સતત મેઘરાજાની કુપાથી બાબરા પંથકના જગતના તાતમા આનંદની લાગણી છવાઇ ગઇ છે.  છેલ્લા પંદર દિવસથી સતત પડતા વરસાદના કારણે ખેડુતો પોતાના વાડી ખેતરમાં પાણી ભરાવાના કારણે જઇ શક્યા ન હતા.  જેના કારણે ખેતર વાડીઓમા ખડ ઉગી નીકળ્યું હતુ.  
 
ત્યારે હાલ મેઘરાજાએ વિરામ લેતા  અને વરાપ નીકળતા ખેડુતો વાડી ખેતરો સમુસુતરૂ કરવામા વ્યસ્ત થયા છે. કરીયાણા ગામે ખેતીની જમીન ધરાવતા ગજેન્દ્રભાઈ વાળાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી બાબરા તેમજ મોટાભાગના ગામડાઓમા સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને હાલ જે વરસાદ સારો એવો વરસી જતા ખેડુતો પણ ગેલમા જોવા મળી રહ્યા છે. છેલ્લા બે ત્રણ વર્ષથી વરસાદનુ પ્રમાણ સાવ ઘટી ગયુ હતું. જેના હિસાબે વર્ષ નબળુ જતુ હતું પણ આ ચોમાસાની શરૂઆતમા જ સારો એવો વરસાદ પડી જતા ખેડુતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વધુમા ગજેન્દ્ર ભાઈ વાળાએ જણાવ્યું હતું કે સારા વરસાદના હીસાબે ઘણા ખરા મોટા ડેમો તળાવો અને ચેકડેમો પણ છલકાયા છે જેના કારણે કુવા તેમજ દારમા પાણીના તળ પણ ઉંચા આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...