• Gujarati News
  • AAP Held Protest Against Central Government At Amreli

અમરેલીમાં આપ પાર્ટી દ્વારા અચ્છે દિનનું બેસણું, કેન્દ્ર સામે વિરોધ દર્શાવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઘાતમાંથી લોકોને આશ્વાસન પુરૂ પાડવા કાર્યક્રમ યોજાયો

અમરેલી: અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા ભારતની પ્રજાને કરેલા વાયદા વિરૂધ્ધના વર્તન મુજબ દેશની જનતાના અચ્છે દિનનુ મૃત્યુ થયુ હોય તેના આઘાતમાંથી લોકોને આશ્વાસન પુરૂ પાડવા નાના બસ સ્ટેન્ડ ચોકમા અચ્છે દિનનુ બેસણુ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ. અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાયુ હતુ.અમરેલીમાં નાના બસ સ્ટેન્ડ ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલા અચ્છે દિનના બેસણાના કાર્યક્રમમાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
દરેક તાલુકામાંથી કાર્યકરો બેસણામા આવ્યા હતા. અને વિરોધ પ્રદર્શન કરી જણાવ્યું હતુ કે લાઇટ બીલો હાલના અચ્છે દિન કરતા અડધા જ આવતા હતા તે બમણા થઇ ગયા છે, બેંકોમાં ફરજીયાત ખાતા ખોલાવીને સબસીડી જમા કરવામા આવે છે તે હિસાબ કરતા ગેસના સિલીન્ડર પહેલા 30 થી 40 રૂપિયા સસ્તા પડતા હતા જે હાલ મોંઘા થયા છે.આમ આદમી પાર્ટીના દકુભાઇ મકવાણા સહિત કાર્યકરોએ વિરોધ કરતા જણાવ્યું હતુ કે પહેલા વિશ્વ બજારમાં ક્રુડ સસ્તુ થતુ તો પેટ્રોલ ડિઝલના ભાવ ઘટતા હતા હવે વધે છે. ખેડૂતોને ઉત્પાદનના ભાવ પુરતા મળતા હતા જે હાલમાં ખેડૂતોને આપઘાત કરવો પડી રહ્યો છે. કાશ્મીરમા આતંકવાદીઓ અને અલગાવવાદીઓ જેલમા બંધ હતા પહેલા કાશ્મીરમાં પીડીપી હરિફ પક્ષ હતો. તેવા અનેક મુદ્દે વિરોધ કરવામા આવ્યો હતો.