ગુજરાતની જનતામાં ભાજપ પ્રત્યે નારાજગીઃ લાઠીમાં રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ફરી એકવાર નોટબંધી, જીએસટી અને આંદોલનના મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા

divyabhaskar.com | Updated - Jan 30, 2021, 04:43 PM
Congress Leader Rahul Gandhi speech in lathi Amreli Gujarat

ગુજરાતની જનતામાં ભાજપ પ્રત્યે નારાજગીઃ લાઠીમાં રાહુલ ગાંધી.ગુજરાતની જનતામાં ભાજપ પ્રત્યે નારાજગીઃ લાઠીમાં રાહુલ ગાંધી.ગુજરાતની જનતામાં ભાજપ પ્રત્યે નારાજગીઃ લાઠીમાં રાહુલ ગાંધી.લાઠીમાં રાહુલના મોદી પર પ્રહાર, ઉદ્યોગપતિઓના કાળા નાણાં પાછલા બારણે સફેદ થયા.

અમરેલીઃ અમરેલીના લાઠીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી. ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ ફરી એકવાર નોટબંધી, જીએસટી અને આંદોલનના મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલે કીધુ કે નોટબંધીમાં ઉદ્યોગપતિઓ લાઇનમાં દેખાયા નહીં, તેઓના કાળા નાણાં પાછલા બારણે સફેદ થઇ ગયા.

દરેક સમાજના લોકો આંદોલન કરી રહ્યાં છેઃ રાહુલ

લાઠી આવી પહોંચેલા રાહુલ ગાંધીનું પાટીદારોએ ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું, આ ટોપીમાં બંને બાજુ ઇન્કલાબ જિંદાબાદ લખેલું હતું. સંબોધનની શરૂઆત રાહુલે નેનો પ્લાન્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો, રાહુલે કહ્યું કે નેનો પ્લાન્ટને 24 કલાક વીજળી મળી રહી છે, આજે ગુજરાતમાં દરેક સમાજના લોકો આંદોલન કરી રહ્યાં છે, ગુજરાતની જનતામાં ભાજપ પ્રત્યે નારાજગી છે, અહીં સરકારે શોષણ કર્યું છે.

નોટબંધીમાં કાળા નાણાં સફેદ થયા

ફરી એકવાર રાહુલે નોટબંધી પર સવાલો ઉઠાવી મોદીને ઘેર્યા હતા. રાહુલે આગવી ક્ષેણીમાં જનતાને સવાલો કર્યા કે શું તમે નોટબંધી સમયે લાઇનમાં કોઇ મોટા ઉદ્યોગપતિઓને જોયા ?, આ ઉદ્યોગપતિઓએ બેંકમાં પાછલા બારણે પોતાના કાળાં નાણાં સફેદ કર્યા હતા. મોદીજી કહેતા હતા કે મને 10 દિવસ આપો, હું કાળા નાણાંને સફેદ કરી તમારા ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશ, શું એ પૈસા આવ્યા ?. રાહુલે કહ્યું કે ગબ્બરસિંહ ટેક્સે નાના વેપારીઓનું પતન કર્યું.

Congress Leader Rahul Gandhi speech in lathi Amreli Gujarat
X
Congress Leader Rahul Gandhi speech in lathi Amreli Gujarat
Congress Leader Rahul Gandhi speech in lathi Amreli Gujarat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App