જંગલ કાપી સરપંચે 32 ટ્રક લાકડા વેંચી દીધા

DivyaBhaskar.com

Oct 21, 2018, 12:00 AM IST
Sarpanch has sold 32 trucks wood of the forest

ધારી, અમરેલીઃ ધારી તાલુકાના માણાવાવ ગામે જંગલખાતાની જમીનમા કેટલાક શખ્સો વૃક્ષોનુ કટીંગ કરી ટ્રકોમા ભરી રાજકોટ ખાતે વેચી દેતા હોવાની બાતમીના આધારે પોલીસે આજે દરોડો પાડી ત્રણ શખ્સોને એક ટ્રક લાકડા સાથે ઝડપી લઇ રૂપિયા 3.22 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ શખ્સોએ અગાઉ 32 ટ્રક લાકડા રાજકોટમાં વેચ્યાનુ કબુલ્યું હતુ.

ચલાલાના પીએસઆઇ વી.એલ.પરમાર તથા સ્ટાફને આ અંગે બાતમી મળી હતી. વોચમા ગોઠવાઇને તેમણે લાકડા ભરેલા આઇસર નંબર જીજે 7 વાય ઝેડ 1239ને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી લાકડાની હેરફેર અંગે કોઇ આધાર પુરાવા મળ્યાં ન હતા. સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા તાલુકાના નાના કંથારીયા ગામનો ભરત ભાદાભાઇ રાણેસરા (ઉ.વ.38) નામનો આ ટ્રક ચાલક આ ગેરકાયદે લાકડા લઇ જઇ રહ્યો હતો. જેને પગલે પોલીસે લાકડા અને ટ્રક મળી રૂપિયા 3.22 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. અને આ શખ્સની આગવીઢબે પુછપરછ કરી હતી. જેમા આ લાકડા કૌભાંડ બહાર આવ્યું હતુ.

જંગલખાતાનો સ્ટાફ અને રેવન્યુ તલાટીને સાથે રાખી સ્થળ પરની તલાશી કરાતા ધારી તાલુકાના માણાવાવ ગામના રેવન્યુ સર્વે નંબર 318ની જમીન ફોરેસ્ટ એરીયામાં આવતી હોવા છતા બહારથી મજુરો બોલાવી ગામના સરપંચ બાબભાઇ ઓઢાભાઇ વાળા મારફત આ લાકડા કપાવવામા આવતા હોવાનુ ખુલ્યુ હતુ. લાકડાનો આ જથ્થો રાજકોટમા આજી ડેમ વિસ્તારમા રહેતા રાજુ બોસમીયા નામના શખ્સને પહોંચાડવામા આવતો હતો. જેને પગલે ચલાલા પોલીસ દ્વારા ત્રણેય શખ્સો સામે ગુનો નોંધવામા આવ્યો છે અને લાકડાના જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરવામા આવી છે.

અત્યાર સુધીમાં 7.20 લાખની કિમતનાં લાકડા વેચી દેવાયા

પોલીસની પ્રાથમિક પુછપરછમા એવી પણ વિગત ખુલી હતી કે જંગલ વિસ્તારમાથી લાકડા કાપી આ શખ્સો દ્વારા અત્યાર સુધીમા 32 ટ્રક લાકડા રાજકોટ ખાતે વેચી દેવાયા છે. કુલ રૂપિયા 7.20 લાખની કિમતના 288 ટન લાકડાનો જથ્થો વેચી દેવાયો હતો.

માણાવાવ ગામનાં સરપંચ જ લાકડા કપાવતા હતા


પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે લાકડા વેચવાના આ કૌભાંડના મુખ્ય સુત્રધાર ગામના સરપંચ બાબભાઇ વાળા છે. જેઓ મજુરો મારફત ગેરકાયદેસર રીતે લાકડા કપાવી તેનુ વેચાણ કરતા હતા. જંગલ વિસ્તારમા પણ કાપેલા લાકડાનો જથ્થો રેઢો પડેલો પોલીસને મળ્યો હતો.

X
Sarpanch has sold 32 trucks wood of the forest
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી