રાજુલા-સાવરકુંડલા માર્ગ પર રાત્રે સાવજોની લટાર, વાહનો થંભી ગયાં, લોકોએ લીધો સિંહદર્શનનો લહાવો

ધુડિયા આગરિયા નજીક માર્ગ પર સિંહોનું ટોળું રોડ પર આવી ગણતરીની મિનિટોમાં રોડ ક્રોસ કરી ખેતર વિસ્તારમાં નીકળી ગયું

DivyaBhaskar.com | Updated - Dec 08, 2018, 03:28 PM

રાજુલા: રાજુલા સાવરકુંડલા માર્ગ પર ધુડીયા આગરીયા ગામ નજીક રાત્રીના સુમારે ચાર સાવજોનુ ટોળુ માર્ગ પરથી પસાર થતા થોડીવાર માટે વાહનો થંભી ગયા હતા. માર્ગ પરથી એક પછી એક ચાર સાવજો માર્ગ ક્રોસ કરતા અનેક લોકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. ઘટના અંગે રાજુલા વનવિભાગને જાણ થતા સ્ટાફ અહી દોડી ગયો હતો.


ધુડીયા આગરીયા નજીક માર્ગ પર સિંહોનું ટોળું રોડ પર આવી ચડયું હતુ. જેને પગલે માર્ગની બંને તરફ થોડીવાર માટે વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. 10 મિનિટ સુધી રોડ પર વાહન સાઈડમાં ઉભા રહી ગયા હતા. કેટલાક વાહન ચાલકોમા ભય પણ જોવા મળ્યો હતો. તો કેટલાક વાહન ચાલકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. અચાનક આ દ્રશ્યો જોવા મળતા વાહન ચાલકોમાં અનેરી ખુશી જોવા મળી હતી.


ગણતરીની મિનિટોમાં સિંહો રોડ ક્રોસ કરી ખેતર વિસ્તારમાં નીકળી ગયા હતા. થોડીવાર માટે હાઇવે પર સિંહો આવી ચડતા વાહન ચાલકોમા ગભરાટ પણ ફેલાયો હતો. આ નજારો પણ અદભુત હતો. જો કે હવે દિવસે દિવસે આવો નજારો વધી રહ્યો છે. આ ઘટના રાજુલાથી 6 કિમિ દૂર ધૂડિયા આગરીયા ગામના પાટિયા પાસે બની હતી. આ અંગે વનવિભાગને જાણ થતા રાજુલા વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી ગયો હતો. તસ્વીર: કે.ડી.વરૂ

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App